ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત સરોવર ઓવરફલો જળ સંચયનું થયુ શ્રેષ્ઠ કાર્ય કેન્દ્રિય જળ મંત્રી સી.આર.પાટિલે મુલાકાત લઇ વ્યકત કર્યો રાજીપો - At This Time

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત સરોવર ઓવરફલો જળ સંચયનું થયુ શ્રેષ્ઠ કાર્ય કેન્દ્રિય જળ મંત્રી સી.આર.પાટિલે મુલાકાત લઇ વ્યકત કર્યો રાજીપો


ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત સરોવર ઓવરફલો જળ સંચયનું થયુ શ્રેષ્ઠ કાર્ય

કેન્દ્રિય જળ મંત્રી સી.આર.પાટિલે મુલાકાત લઇ વ્યકત કર્યો રાજીપો

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપ સખીયા અને આજુબાજુના લોકોના સહયોગથી રાજકોટના છેવાડાના કણકોટ ખાતે રંગોલી પાર્કમાં વીર વિરૂ અમૃત સરોવરનું નિર્માણ કરાયું છે. જેમાં આ વર્ષે મારા પડેલા અદભુત વરસાદથી સરોવર ઓવરફલો થઇ ગયો છે. આમ જો ઇચ્છા શકિત હોય તો જળ સંચયનું કાર્ય શકય છે. ખા સરોવરની મુલાકતે કેન્દ્રીય જલ મંત્રીશ્રી સી.આર. પાટિલે લઇને રાજીપો વ્યકત કર્યો હતો.
કેન્દ્રીય જળ મંત્રી માનનીય શ્રી સી.આર.પાટીલે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ સૃષ્ટિના જીવરક્ષકના કાર્ય માટે વરસાદી અમૃત સમાન શુદ્ધ પાણી ને બચાવવાનું જે કાર્ય કરી રહ્યા છે. જેમાં ઘણા બધા ડેમો ઓવરફલો થઈ ગયેલા છે. જેમાં રાજકોટના કટારીયા ચોકડી પાસે વીરવીરુ અમૃત સરવરનું જળના વધામણા કરવા તેમજ કાલાવડ રોડ પર ખાદી કન્યા શાળામાં રીચાર્જ બોર ની કાર્ય પદ્ધતિ નીહાળવા માટે પધારેલા અને આ કાર્યને વધુમાં વધુ વેગ મળે એના માટે કેન્દ્ર ગવર્મેન્ટ ખૂબ મહેનત કરો આમાં પબ્લિક અને સરકાર થી લોકભાગીદારી માં આ કામને સરળ બનાવવા માટે વિશ્વાસ આપ્યો છે. અને રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રોગ્રામમાં બિલ્ડરો પાસે પણ પ્રોમિસ લીધું છે કે દરેક બિલ્ડર પોતાના ગામ અને પોતાના પ્રોજેક્ટ ની ખાજુબાજુમાં વરસાદી પાણીના સંગ્રહ માટે અચૂક જોડાવું જોઈએ આ તકે સી.આર. પાટિલે કહ્યું હતું કે, ભારે વરસાદમાં વહિ જતા વરસાદી પાણીનો જો જળ સંગ્રહ કરવામાં આવે તો પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે સરકારી સ્તરે તો જળ સંગ્રહ અને જળ સંચયના અભિયાનો ચલાવવામાં આવી રહયા છે. પરંતું તેમાં લોકોની ભાગીદારી વધે તો ભૂગર્ભ જળ ઉચા આવશે. જેનો લાભ આજુબાજુના સ્થાનિક લોકો અને ખેડૂતોને મળશે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંતારવ તેમજ નવા બનાવેલ છે. જેના થી વરસાદી પાણી વિશાળ જથ્થામાં સંગ્રહ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂત ને ખુબજ મોટો ફાયદો થવાથી પ્રકૃતિની રક્ષા થી પશુ પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થઈ રહી છે. ગૌરગંગા પરિવાર ટ્રસ્ટ બારા ૧૧,૧૧૧ ચેકૉમ તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોરરીયાજ નો સંકલ્પ કરવામાં આવ્યો છે. એના ભાગ સ્વરૂપે રાજકોટ શહેરમાં પણ નાના મોટા ૧૧ ચેકડેમો અને સરીવર તૈયાર કરેલ છે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સબિયા, ગુજરાતના કોયા બધ્યક્ષ ભરતભાઈ બીપરા,કલેકટરશ્રી પ્રભવ જોષી, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાઠ, ભાજપ શહેર પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, સ્ટેન્ડિંગ કમીટી ઘેરમેનશ્રી જયમીનભાઈ હાકર, આરોગ્ય સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ વિરાભાઈ હંબલ, દિલીપભાઈ લાડાણી, કોશિકભાઈ પટેલ, રમેશભાઈ જેતાણી, મિતલભાઈ ખેતાણી ગોપાલભાઈ બાલધા, હરીશભાઈ લાખાણી, રમેશભાઈ ઠક્કર, ભરતભાઈ ટીલવા, ભરતભાઈ પરસાણા, દિનેશભાઈ શ્રીવટિયા, નીતિનભાઈ દુદાણી, સમીકાંતભાઈ મોદી, અરવિંદભાઈ બાવડીયા, દિનેશભાઈ ભટ્ટ, ભીખાભાઈ મહાયતા, અશોકભાઈ મીરાણી, રમેશભાઈ ધાનાણી, શૈલેશભાઈ જાની, લાલજીભાઈ સુવા, કિશોરભાઈ કાથરોટિયા, ભરતભાઈ પીપળીયા, મહેશભાઈ સેજલીયા, બશોકભાઈ મોલિયા, મનીષભાઈ
માથાણી, રતિભાઈ ઠુમ્મર, વિઠ્ઠલભાઈ બાલધા, મીનાબેન દુદાણી, ટીનાબેન સુરેજા, કંચનબેન કોરીયા, શિલ્પાબેન કલોલા, સ્વીટીબેન કલોલા,
જયશ્રીબેન ગોપાણી, ધરતીબેન પનારા, જાગૃતિબેન ભાલોડી, સોનલબેન ભાલોડી, અસ્મીતાબેન ભાલોડી, લીનાબેન મનારીયા, નીલાબેન થવા,
રૂપાબેન કવા, મીનાક્ષીબેન સબરજીસ્ટર, જ્યોતિબેન વગેરે ભાઈઓ તથા બહેનો હાજર રહયા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image