સદર બજારમાં 7 માસથી ફટાકડાના લાઇસન્સવગર 30થી વધુ વેપારીઓ કરી રહ્યા છે કારોબાર - At This Time

સદર બજારમાં 7 માસથી ફટાકડાના લાઇસન્સવગર 30થી વધુ વેપારીઓ કરી રહ્યા છે કારોબાર


ફટાકડાના કાયમી લાઇસન્સ રદ કરવા દિવાળી ટાંકણે વેપારીઓને પોલીસે નોટિસ મોકલી

દિવાળીના તહેવારો આડે હવે માત્ર 10 દિવસ જેટલો સમય બાકી છે ત્યારે પોલીસ તંત્રએ સદર બજારના 30થી વધુ વેપારીઓને લાયસન્સ રદ કરવા નોટિસ આપતા ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ એવી હકીકત પ્રકાશમાં આવી છે કે, સદર બજારના ફટાકડાના વેપારીઓના લાયસન્સની મુદત માર્ચ માસમાં જ પુરી થઈ જાય છે ત્યારે તેઓ છેલ્લા સાત માસથી લાયસન્સ વગર જ કરોડો રૂપિયાનો કારોબાર ચલાવી રહ્યા છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ પોલીસે લાયસન્સના નિયમો આકરા કરતા કોકડું ગુંચવાયાની હકીકત પ્રકાશમાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.