શૈલેષભાઈ સગપરિયાએ અંગત કારણોને લીધે સરકારી સેવામાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zzp4udt4tmu5nji1/" left="-10"]

શૈલેષભાઈ સગપરિયાએ અંગત કારણોને લીધે સરકારી સેવામાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો


શૈલેષભાઈ સગપરિયા જે સરળતા , સાદગી અને સમાજ સુધારક , આત્મ સંતોષી તથા નિષ્કલંક વ્યક્તિત્વ ધરાવતા મોટીવેસન સ્પીકર એવા શ્રી શૈલેષભાઈ સગપરિયા જેઓ સ્પીપા રાજકોટ ખાતે સિનિયર ક્લાસ-૧ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. ત્રણ માસ પહેલા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે તેમની બદલી સ્પીપા-રાજકોટથી સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ગાંધીનગર ખાતે નાયબ જનરલ મેનેજર(ઓડિટ) તરીકે થઈ હતી. હાલમાં ગાંધીનગર ખાતે જ ફરજ બજાવે છે.

તેમના કેટલાક અંગત કારણોને લીધે સરકારી સેવામાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો છે.

શૈલેષભાઈ આજ રોજ તા.૩૦/૯/૨૦૨૨ના રોજ સરકારી સેવામાંથી મુક્ત થશે. તેમની સમગ્ર નોકરી દરમ્યાન ચારિત્ર્ય પર કોઈ પણ જાતનો દાગ લાગવા દીધો નથી. પૂર્ણ માન અને સન્માન તેમના કાર્યકાળ દરમ્યાન મેળવ્યું અને ભોગવ્યું. પૂર્ણ સંતોષની લાગણી સાથે તેઓ તેમના ઇષ્ટદેવ ભગવાન સ્વામીનારાયણ અને ગુરૂહરિ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ તથા પ.પૂ. મહંતસ્વામી મહારાજનો હદયનો રાજીપો પ્રાપ્ત કરી શક્યો એ મારા જીવનની અને કાર્યની સાર્થકતા છે એવું જણાવી પણ રહ્યા છે. સમગ્ર નોકરીનાં કાર્યકાળ દરમ્યાનના તમામ વર્ષોના તેમના ખાનગી અહેવાલમાં ઉપરી અધિકારીશ્રી ઓએ તેમને "ઉત્તમ" અધિકારી તરીકે મૂલવ્યા છે એજ તેમના કામનો શ્રેષ્ઠ એવોર્ડ છે તેવું તેઓ ગણી રહ્યા છે અને જ્યાં જ્યાં ફરજો બજાવી ત્યાં પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી કામ કર્યાનો પૂર્ણ સંતોષ છે.

જ્યારે જ્યારે પટેલ સમાજ અને અન્ય સમાજને શ્રી શૈલેષભાઈ સગપરિયા ની જરૂર પડી ત્યારે ત્યારે અચૂક પણે સમાજ માટે પ્રેરણાત્મક વિચારો સાથે નવ યુવાનો અને આવતી પેઢી માટે સંદેશ, માર્ગદર્શન પૂરું પાડ્યું છે..

આવતા સમયમાં શૈલેષભાઈ સમાજને માટે નવીનતમ રાહ સાથે પૂર્ણ સમય આપી શકશે, જીવનપર્યંત સમાજ માં સુધારો કરવા માંગતા શૈલેષભાઈ સગપરિયાને ગર્વ અને ગૌરવ પૂર્વક સમગ્ર ગુજરાતના દરેક નાગરિક આવકારે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]