દામનગર ના શાખપુર ગામે શ્રી લક્ષ્મી નારાયણ દેવ મહીલા મંડળ દ્વારા " નવ પલ્લવિતધરા મહોત્સવ ઉજવાયો. - At This Time

દામનગર ના શાખપુર ગામે શ્રી લક્ષ્મી નારાયણ દેવ મહીલા મંડળ દ્વારા ” નવ પલ્લવિતધરા મહોત્સવ ઉજવાયો.


દામનગર ના શાખપુર ગામે શ્રી લક્ષ્મી નારાયણ દેવ મહીલા મંડળ દ્વારા " નવ પલ્લવિતધરા મહોત્સવ ઉજવાયો.

દામનગર ના શાખપુર ગામે અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મી નારાયણ દેવ ગાદી ના પ. પૂ. ધ. ધૂ. આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને પ. પૂ. અ. સૌ. ગાદીવાળા માતૃ શ્રી તથા પ.પૂ શ્રી બાલારાજા ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિચિત શ્રી શાખપુર લક્ષ્મી નારાયણ મહીલા મંડળ દ્વારા "નવ પલ્લવિધરા"મહોત્સવ તથા મહારાજ શ્રી ના ૭૫ માં પ્રાગટ્ય દિન તેમજ લક્ષ્મી નારાયણ દેવ ના ૨૦૦ માં પાટોત્સવ નિમિત્તે મંડળ ના પ્રમુખ શ્રી, ઉ. પ્રમુખ શ્રી તથા સભ્યો તથા આર્યુવેદિક ઓફિસર ડૉ. શ્રી શુક્લા તેમજ શાખપુર કુમાર શાળા ના આચાર્ય તથા સ્ટાફ દ્વારા આશરે ૭૫ વૃક્ષો નુ રોપણ કરવામાં આવ્યું જેમાં કણજર પારિજાત, પીપળો, પીપર, ગરમાળો, આબળા, બહેડા, નગોડ,કડવા લીમડા, બિલી, બોરસલી, ઉમરો, દેશી આસોપાલવ વગેરે વૃક્ષો રોપવામાં આવ્યા અને તમામ વૃક્ષ ને સારી રીતે માવજત કરી ઉછેરવાની પ્રતિજ્ઞા લેવા મા આવી બાળકોને પણ વૃક્ષો પ્રત્યે ના પ્રેમ વિશે સમજાવવામાં આવ્યું ગઢપુર ૫૧ કલાક ની ધૂન દ્વાર કીડિયારા માટે નાળિયેર અને બેનર આપવામાં આવ્યું હતું તે કોઠારી શ્રી દ્વારા ઝાડ ના થડ માં મૂકવામાં આવ્યુ આ કાર્યક્રમ સૌ ના સાથ સહકાર થી પૂર્ણ કરવા માં આવ્યો તેમજ આ પ્રસંગે પ્રમુખ શ્રી વસંતબેન વી. સિતાપરા તેમજ ઉ. પ્ર. શ્રી લીલીબેન એલ.બલર ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.