*સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં વાહનો ના કાચ તોડી નુકસાન કરતી ટોળકી સક્રિય*
*સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં વાહનો ના કાચ તોડી નુકસાન કરતી ટોળકી સક્રિય*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
નવરાત્રિ મહોત્સવ દરમિયાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા તલોદ શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનો ને નુકશાન કરતી ટોળી સક્રિય થતાં નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ તલોદ શહેરના વલ્લભ કૂંજ સોસાયટીમાં આવેલ શ્રીનાથજી હવેલી ખાતે આવેલ સર્વ મંગલા માતાજી મંદિર ખાતે રમાતી નવરાત્રી મા ગરબા રમવા આવેલ ભક્તો ના વાહનો બહાર પાર્ક કરેલ હતા જે પૈકી સતત ત્રણ દિવસ સૂધી એક જ એક્ટિવા ના સાઈડ ગ્લાસ કાઢી જતી ટોળી સક્રિય બની હોવાનું જાણવા મળે છે બીજાં દિવસે અન્ય ઍક એક્ટિવા ના સાઈડ ગ્લાસ ન ખુલતા તોડી નાખી નુકશાન પહોંચાડ્યું હતું જ્યારે શહેરની નિજાનંદ સોસાયટી ખાતે રમાતી નવરાત્રી ચોક પાસે આવેલ એક બંધ મકાન આગળ પાર્ક કરેલ એક વેગન આર કાર ના પાછળ ના કાચ તોડવા જતા હરામી ને કાર નો કાચ વાગતા લોહી નીકળ્યું હતું અને તે લોહીના ડાઘ ને ગાડી પર લૂછ્યા હતા અને કારનો પાછળના ભાગે આવેલ કાચ તોડી નાખ્યો હતો હરામ ખોર ના આવા કૃત્ય બદલ નગરજનો મા રોષ જોવા મળ્યો હતો અને પોલીસ ની કામગીરી પ્રત્યે સવાલ ઉભા થઇ રહ્યાં છે નવરાત્રી દરમિયાન પોલીસ આવા અસામાજીક તત્વો ને ઝડપી યોગ્ય કાર્યવાહી કારે તેવી નગરજનો ની માંગ પ્રબળ બની છે.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.