ASIએ ઇ-રિક્ષા, જમાદારે પેડલ રિક્ષા ચલાવી, બે કોન્સ્ટેબલે ફ્રૂટ અને કપડાની લારી કાઢી બેવડી હત્યાના આરોપીને પકડ્યો - At This Time

ASIએ ઇ-રિક્ષા, જમાદારે પેડલ રિક્ષા ચલાવી, બે કોન્સ્ટેબલે ફ્રૂટ અને કપડાની લારી કાઢી બેવડી હત્યાના આરોપીને પકડ્યો


બેવડી હત્યામાં 12 વર્ષથી ફરાર આરોપીને ગાઝિયાબાદથી પકડવા રાજકોટ ક્રાઇમબ્રાંચની ટીમે વેશપલ્ટો કર્યો

આરોપી માનવા લાગ્યો હતો કે હવે તેની ધરપકડ નહીં થાય, પરંતુ પોલીસે ફાઇલ પરથી ધૂળ ખંખેરી અને આરોપીને ઉઠાવ્યો

પોલીસ ધારે તો એકપણ ગુનો ન બનેે અને પોલીસ ધારે તો ગુનેગાર ક્યાંય પણ છુપાય પરંતુ તે સળિયાની પાછળ ધકેલાઇ જાય તે વાત રાજકોટ ક્રાઇમબ્રાંચે ઉત્તરપ્રદેશમાં કરેલા દિલધડક અોપરેશને સાબિત કરી આપ્યું હતું. બેવડી હત્યામાં 12 વર્ષથી ફરાર આરોપી ગાઝિયાબાદમાં છે તેની માહિતી મેળવવામાં પણ પોલીસે ભારે કવાયત કરી હતી તો ત્યાં પહોંચ્યા પછી પણ વેશપલ્ટો કર્યો હતો, ત્રણ દિવસ સુધી મજૂરી કરી, અંતે આરોપીને પકડીને રાજકોટ લઇ આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.