આવતી કાલ થી સતત પંદર દિવસ નું સોશિયલ મીડિયા અભિયાન ચાલુ થાય છે. વોટ્સ એપ,ટ્વીટર,ફેસબુક સહિત તમામ સુવિધાઓ નો ભરપુર ઉપયોગ તમામ પત્રકારો એ કરી,પ્રદેશ પ્રમુખ દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવે તેને લાઈક કરી ફરી વખત પોતાના એકાઉન્ટથી રીશેયર અથવા રીપોસ્ટ કરવુ તેમજ તમામ ગ્રુપ સહિત મિત્ર વર્તુળ પણ આપણી ઝુંબેશ માં કામ કરે તે રીતે કાર્ય કરવા નક્કી કરવામાં આવ્યું છે,
પ્રતિ શ્રી,
તમામ પત્રકાર મિત્રો,
પત્રકાર એકતા પરિષદ ગુજરાત
આપ સૌને જણાવવાનું કે ગત રવિવારે સવારે ચિલોડા ખાતે હોદ્દેદારો ની મિટિંગ મળેલ,તેમાં થયેલ ચર્ચા પ્રમાણે આવતી કાલ થી સતત પંદર દિવસ નું સોશિયલ મીડિયા અભિયાન ચાલુ થાય છે.
વોટ્સ એપ,ટ્વીટર,ફેસબુક સહિત તમામ સુવિધાઓ નો ભરપુર ઉપયોગ તમામ પત્રકારો એ કરી,પ્રદેશ પ્રમુખ દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવે તેને લાઈક કરી ફરી વખત પોતાના એકાઉન્ટથી રીશેયર અથવા રીપોસ્ટ કરવુ તેમજ તમામ ગ્રુપ સહિત મિત્ર વર્તુળ પણ આપણી ઝુંબેશ માં કામ કરે તે રીતે કાર્ય કરવા નક્કી કરવામાં આવ્યું છે, જેમાં આપણી માંગણી ના મુદ્દાઓ પૈકી એક મુદ્દો રોજ આવશે....
સરકાર સાથેની મંત્રણા ચાલુ હોવા છતાં સમય પસાર થઈ રહ્યો હોવાથી વિપક્ષો સાથે ચર્ચા કરવા પણ સંમતિ સર્વાનુમતે સધાઈ છે,વિપક્ષો પોતાના મેનીફેસ્ટો માં પત્રકારો ની સમસ્યા નો સમાવેશ કરી ઉકેલ માટે ખાતરી આપે એટલે શાસકો ને ન છૂટકે આપણા પ્રશ્નો ઉકેલવા ફરજ પડે...
ઉપસ્થિત હોદ્દેદારો ના સહેશન માંથી બીજી ઝુંબેશ પત્ર ની છે,અહીથી જે પી. ડી.એફ.માં પત્ર આપવામાં આવે તેની પ્રિન્ટ કાઢવી નીચે સહી કરી,પત્રકાર એકતા સંગઠન ની માંગ ને સમર્થન આપવા મુખ્ય મંત્રી શ્રી,ગુજરાત રાજ્ય,નવું સચિવાલય સરનામું કરી પોસ્ટ માં વ્યક્તિગત પત્રો મોકલવાના છે,જેની સંખ્યા હજજારો માં થાય તે જરૂરી છે...
જિલ્લા મથકે જિલ્લા પ્રમુખ અને તાલુકા મથકે તાલુકા પ્રમુખો આ કાર્યક્રમ ને બહોળી પ્રસિદ્ધિ માટે જરૂર પડ્યે પોતાના કાર્યક્ષેત્ર ના તમામ પત્રકારો ને ગ્રુપ માં કે વ્યક્તિગત આ પત્ર પહોચાડે,તેમજ મુખ્ય મંત્રી ને લખવાના પત્ર વધુ માં વધુ લખવા કે પોસ્ટ કરાવવા જિલ્લા સંગઠન ના હોદ્દેદારો ને એક એક તાલુકા ની જવાબદારી આપવી, જેને જવાબદારી આપવામાં આવે તેમણે અગાઉ તાલુકા પ્રમુખ ને ફોન કરી,રૂબરૂ જઈ,પત્રકારો ને ભેળાં કરી,પત્રો સહી કરાવી,પોસ્ટ કરવા સુધી જવાબદારી નિભાવે તેવી ખાસ સૂચના પ્રદેશ પ્રમુખ તરફથી છે...
નાના મોટા તમામ પત્રકાર ભાઈ/બહેનો આ પત્ર ઝુંબેશ અને સોશિયલ મીડિયા ની પંદર દિવસ ની ઝુંબેશ ને કોઈ પણ ભોગે બહોળી સંખ્યામાં અમલ થાય તેની ચિંતા સૌ સહિયારી કરશો, આપણી સૌની જવાબદારી છે,સંગઠન ની માંગણી ને મજબૂત રીતે સમર્થન કરીએ.
ઝોન પ્રભારી અને તેની ટીમ એક એક જિલ્લા ની જવાબદારી વહેચી આ ઝુંબેશ ને સફળતા પૂર્વક પાર પાળવા ૧૨ ઝોન ના ૬૦ હોદ્દેદારો પણ નેતૃત્વ કરે,ને કાર્યક્રમ ને સફળ બનાવે તેવી વિનંતી...
લાભુભાઇ કાત્રોડીયા
પ્રદેશ અધ્ય્ક્ષ
પત્રકાર એકતા પરિષદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.