મહીસાગર પાલીસ આધિક્ષક સાઇબર ક્રાઇમ થી બચાવ - માટે જનજાગ્રુતિ અર્થે પ્રેસ કોન્ફરન્સ સંબોધી - At This Time

મહીસાગર પાલીસ આધિક્ષક સાઇબર ક્રાઇમ થી બચાવ – માટે જનજાગ્રુતિ અર્થે પ્રેસ કોન્ફરન્સ સંબોધી


ع

મહીસાગર પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ અલગ અલગ પ્રકારના સાઇબર ક્રાઇમથી બચાવ માટે જનજાગ્રુતિ અર્થે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ અધિક્ષકે વર્તમાન સમયમાં સાયબર ફ્રોડથી બચવા જાગૃત રહેવું ખૂબ જરૂરી છે તેમ જણાવી સોશિયલ મીડિયાના માધ્યમ લોકોને ફસાવી આર્થિક શારીરિક અને માનસિક રીતે હેરાનગતિ કરવાના અનેક ગુના બની રહ્યા છે ત્યારે આ ગુનાથી રક્ષણ માટે કેવી તકેદારી રાખવી તેમજ પોલીસ મદદ મેળવવા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

મહીસાગર જિલ્લામાં સાયબર ક્રાઇમથી ગુમાવેલા લોકોના દસ લાખ રૂપિયા પરત લાવવામાં સફળતા મળી છે જયારે ५४ लाज રૂપિયા ફ્રિજ કરાવવામાં પણ સફળતા મળી છે જે હજુ પ્રક્રિયામાં છે. હાલ ફેક આઇડેન્ટિટી ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ક્રેડિટ કાર્ડ ફ્રોડ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ વિધાઉટ ઓટીપી ફ્રોડ, લોન એપ્લિકેશન ફ્રોડ,ફ્રોડ બાય લીંક, જોબ ફ્રોડ, સોશિયલ મીડિયા ફેક facebook ફ્રોડ, ટાસ્ક ફ્રોડ જેવા સાઇબર ફ્રોડના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે લોકોને સાવચેતીપૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા તેમજ લોકોએ કોઈ પણ ગભરાટ વગર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યુ હતું.વધુમાં તેમણે આગામી સમયમાં જિલ્લામાં સાઇબર ક્રાઇમથી રક્ષણ માટે લોકોમાં જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે તેમ પણ જણાવ્યુ હતું.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.