ચોટીલા મફતીયાપરા ૨ મા જાહેરમા જુગાર રમતા પાંચ જુગારીઓને ચોટીલા પોલીસ દ્વારા ઝડપી પાડ્યા. - At This Time

ચોટીલા મફતીયાપરા ૨ મા જાહેરમા જુગાર રમતા પાંચ જુગારીઓને ચોટીલા પોલીસ દ્વારા ઝડપી પાડ્યા.


હાલ માં પ્રવિત્ર શ્રાવણ માસ દરમિયાન જુગારીઓને જુગાર ની મોસમ આવી હોય એમ ખૂણેખાચકે નાના મોટા હરજીતના જુગાર ચાલી રહ્યા હોય છે. ત્યારે ચોટીલા પોલીસ દ્વારા કડક વલણ સાથે ઠેર ઠેર છાપો મારી આરોપીઓને પકડી પાડવા સજાગ છે. ત્યારે પો.ઇન્સ . આઈ.બી વલવી ચોટીલા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો સાથે ચોટીલા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે ચોટીલા મફતિયાપરા ૨ માં દિપકભાઈ પોપટભાઈ વાધરોડીયાના મકાન પાસે જાહેરમાં અમુક ઇસમો ગંજીપાનાના પાના વતી પૈસાની હાર જીતનો જુગાર રમે છે અને હાલે જુગારની પ્રવૃતી ચાલુ છે.જે બાતમી હકિકત આધારે સદરહુ જગ્યા પર રેઇડ કરતા કુલ પાંચ ઇસમો જેમા ( ૧ ) સંજયભાઈ રામાભાઈ કણસાગરા જાતે.યુ.કોળી ઉ.વ.રપ ધંધો.હોટલ રહે.ચોટીલા મફતિયાપરા -૨ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર ( ૨ ) પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ સારલા જાતે.યુ.કોળી ઉ.વ .૨૪ ધંધો.રીક્ષા ડ્રાઈવિંગ રહે.ચોટીલા મફતિયાપરા ૧ પાણીના ટાંકા પાસે તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર ( 3 ) દિપકભાઈ પોપટભાઈ વાઘરોડીયા જાતે.ચુ.કોળી ઉ.વ .૩૫ ધંધો.મજુરી રહેચોટીલા મફતિયાપરા ૨ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર ( ૪ ) નિલેશભાઈ ઉર્ફે દિનેશ રામજીભાઈ ધરજીયા જાતે.ત.કોળી ઉ.વ .૨૮ ધંધો.મજુરી રહે.ચોટીલા મફતિયાપરા ૧ તા.ચોટીલા ( ૫ ) રમેશભાઈ કલાભાઈ સુરેલા જાતે.ચુ.કોળી ઉ.વ .૩૦ ધંધો.મજુરી રહે , ચોટીલા મફતિયાપરા ૧ તા . ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળા જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાનાનાં પાના વડે તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા કુલ રોકડા રૂા .૧૦,૬૯૦ / - તથા મોબાઇલ ફોન નંગ - ૦૪ કિં.રૂા . ૧૩,૫૦૦ / - મળી કુલ કિ.રૂ .૨૪,૧૯૦ / - ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા મજકુર પાંચેય આરોપી વિરુધ્ધ ચોટીલાપોલીસ સ્ટેશન માં ગુન્હો રજી.કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે .

કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી પો.ઈન્સ . આઈ.બી.વલવી તથા એ.એસ.આઇ. કે , એચ.ચાવડા પો.હેડ.કોન્સ.વિજયસિંહ સોલંકી તથા વલ્લભાઇ ખટાણા પો.કોન્સ . કમલેશભાઈ પરાલીયા તથા ઉમેશભાઈ કટેશિયા

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon