રાજકોટમાં ફરજપર તૈનાત પોલીસકર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું,સુરક્ષાકર્મીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો - At This Time

રાજકોટમાં ફરજપર તૈનાત પોલીસકર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું,સુરક્ષાકર્મીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો


વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે ત્યારે આ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ તે માટે પોલીસ બંદોબત ફાળવવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણીમાં ફરજ પર રહેતા પોલીસ અને સુરક્ષાકર્મીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આજે એડવાન્સમાં પોસ્ટલ બેલેટ મારફત મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચૂંટણી બંદોબસ્તમાં રહેલ કર્મચારીઓ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.