મેપલવિલાના બિલ્ડરનેત્રણ દિવસમાં હાજર થવા સી . આઇ . ડી . નું ફરમાન. - At This Time

મેપલવિલાના બિલ્ડરનેત્રણ દિવસમાં હાજર થવા સી . આઇ . ડી . નું ફરમાન.


વડોદરા , વડસર રોડ પર આવેલી મેપલવિલાના બિલ્ડર દંપતી ગુનો દાખલ થતા જ ફરાર થઇ ગયા છે . આજે સી . આઇ . ડી . ની ટીમ દ્વારા તેના ઘરે અને ઓફિસે જઇને તપાસ કરવામાં આવી હતી . અને બિલ્ડર અને તેના પત્નીને ત્રણ દિવસમાં હાજર થઇ જવા માટે નોટિસ તેમના પિતાને આપવામાં આવી છે . તેમજ પોલીસે આરોપીઓના મોબાઇલ નંબર જે હાલમાં બંધ છે . તેના પર પણ મેસેજથી જાણ કરી છે . લાઈક સંખ્યાબંધ લોકોના રૃપિયા ચાઉં કરી જનાર બિલ્ડર અપૂર્વ પટેલની રાજકીય વગના કારણે શહેર પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો નહતો . શહેર પોલીસ સ્ટેશનમાં થયેલી અલગ - અલગ અરજીઓ પર કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી . અપૂર્વ સામે તો એક નહી તેની ઘણી બધી સાઇટમાં ગોટાળા છે . એક જ મકાન પર બબ્બે લોન લઇ લેવામાં આવી છે . બોગસ ડોક્યુમેન્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે . તેમ છતાંય પોલીસે ગુનો દાખલ કરવાનું ટાળ્યું હતું કારણકે અપૂર્વ પાદરા ભાજપનો અગ્રણી છે . જ્યારે આવા જ આક્ષેપ ધરાવતા વાઘોડિયા રોડના બિલ્ડર દર્પણ શાહ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે . જે શહેર પોલીસની બેવડી નીતિનો પરિચય કરાવે છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.