ગડુ નજીક કાર હડફેટે ઇજાગ્રસ્ત બાઇક સવારનું મોત, બે ઘાયલ - At This Time

ગડુ નજીક કાર હડફેટે ઇજાગ્રસ્ત બાઇક સવારનું મોત, બે ઘાયલ


ચોરવાડની સીમમાં રહેતા સંજયભાઈ સેવરા, સાગરભાઈ અને રાકેશભાઈ ગત તા.પાંચના બાઈક પર વેરાવળ કપડા લેવા જતા હતા ત્યારે ગડુ નજીક કાર ચાલકે ઓવરટેક કરવા જતાં બાઈકને ઠોકર મારી હતી. જેમાં બાઇક સવાર ત્રણેય યુવાનો ફંગોળાઈ ગયા હતા. સંજય સેવરાને ગંભીર ઈજા થઈ હતી. જયારે અન્ય બે સાગર અને રાકેશને સામાન્ય ઇજા થઈ હતી. સંજય સેવરાને વધુ સારવાર માટે જૂનાગઢ, રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો હતો. જયો તા.૧૦ના સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ અંગે રામજીભાઈ કારાભાઈ સેવરાએ કારચાલક સામે ફરિયાદ કરતા ચોરવાડ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે, સોમનાથ હાઈ-વે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ રોજ અકસ્માત થઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા અકસ્માત નિવારવા માટે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.