જિલ્લામા ચાઈનીઝ દોરા તથા તુક્કલના ખરીદ-વેંચાણ તથા ઉડાડવા ઉપર પર પ્રતિબંધ
પોરબંદર જિલ્લામા ચાઈનીઝ દોરા તથા તુક્કલના ખરીદ-વેંચાણ તથા ઉડાડવા ઉપર પર પ્રતિબંધ
મકરસંક્રાતિની ઉજવણીના ભાગરૂપે જિલ્લામા ઉત્સવ પ્રેમીઓ પતંગ ચગાવતા હોય છે. જેમા દોરી ચાઈનીઝ માંઝા,નાયલોન,પ્લાસ્ટીક દોરી કાચ પાયેલી તથા અન્ય હાનીકારક પદાર્થોથી કોર્ટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનીકારક પદાર્થોના દોરાના કારણે માણસો અને પશુ, પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થતા હોવાના અને મૃત્યુ પણ થતા હોવાના બનાવો બનતા હોય છે. તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એમ.કે.જોષીએ ચાઈનીઝ દોરા તથા તુક્કલના આયાત, ખરીદ, વેંચાણ, સંગ્રહ, વપરાશ, ઉત્પાદન તથા ઉડાડવા ઉપર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યુ છે..
આ જાહેરનામા અનુસાર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પતંગ ચગાવવાના કોઈપણ પ્રકારના પ્લાસ્ટીક, પાકા સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી નાયલોન/ચાઈનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટીક ચાઈનીઝ બનાવટના ચાઈનીઝ દોરા તથા આયાતી દોરાના આયાત, ખરીદ, વેંચાણ, સંગ્રહ, વપરાશ અને આવા દોરાનો ઉપયોગ કરી પતંગો ઉડાડવા ઉપર તેમજ ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુકકલ(બલુન), ચાઈનીઝ લેન્ટર્ન(ફાનસ)ના જથ્થાબંધ વેપાર, આયાત, ખરીદ, વેંચાણ, સંગ્રહ, વપરાશ અને ઉપયોગ કરવા તથા ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. તેમજ સવારે ૬ થી ૮ તથા સાંજે ૫ થી ૮ વાગાના સમય દરમિયાન પશુ પક્ષીઓ વિહરતા હોવાથી આ સમયે પતંગ કે બલુન ન ચગાવવા અનુરોધ કરાયો છે. આકાશમા થતિ તમામ પ્રકારની આતશબાજી પર પ્રતિબંધ કરાયો છે. આ જાહેરનામુ તા.૧૫/૦૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર ઠરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.