જામનગર ટ્રાફિક પોલીસનો કરિશ્મા: કાર ચલાવવા માટે હેલ્મેટ ફરજિયાત, નહિ તો દંડ!
જામનગર: ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં અવનવા પ્રયોગો માટે જાણીતી જામનગર ટ્રાફિક પોલીસ ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં, એક બોલેરો કારના માલિકને હેલ્મેટ ન પહેરવા બદલ રૂ. 500નો દંડ ફટકારવામાં આવ્યો, જેનાથી લોકો હસી-હસીને કંટાળી ગયા છે.
"નિયમ એ નિયમ!" - પોલીસની નવી વ્યાખ્યા
માહિતી મુજબ, જામનગરના ટ્રાફિક પોલીસકર્મીએ એક બોલેરો કાર ચાલકને રોકીને કડક અવાજમાં પૂછ્યું: "હેલ્મેટ ક્યાં છે?" ચાલકે જવાબ આપ્યો, "પણ સાહેબ, હું કારમાં છું!" પોલીસે પણ તરત જ પોતાનો મૌલિક વિચાર રજૂ કર્યો: "અમે ટૂંક સમયમાં ટ્રેનમાં મુસાફરી માટે પણ હેલ્મેટ ફરજિયાત કરીશું!" અને તરત જ રૂ. 500નો મેમો ફટકારી દીધો.
શહેરમાં ચર્ચાઓનો વંટોળ
આ ઘટનાને પગલે સોશિયલ મીડિયામાં મીમ્સની જાણે કે રેલમછેલ શરૂ થઈ ગઈ છે. કેટલાક નાગરિકોએ કહ્યું, "હવે કાર ચલાવતા પહેલાં સીટબેલ્ટ સાથે હેલ્મેટ પણ લગાવવું પડશે!" તો કોઈએ ઉમેર્યું, "ટૂંક સમયમાં જામનગરમાં સાયકલ માટે પણ નહેરુ જેકેટ ફરજિયાત થશે!"
"ભારત રત્ન માટે ભલામણ" - લોકોની ખાસ માંગ
પોલીસની આ અનોખી કાર્યશૈલી જોઈને કેટલાક લોકોએ માંગ કરી છે કે જામનગર ટ્રાફિક પોલીસ માટે ‘ભારત રત્ન’ની ભલામણ કરવી જોઈએ.
આમ, આધુનિક પોલીસ કામગીરીના નવા માપદંડ સ્થાપિત કરતી જામનગર પોલીસ હવે અન્ય શહેરો માટે પ્રેરણારૂપ બની રહી છે. તો, તૈયાર રહો… ટૂંક સમયમાં રાહદારીઓ માટે પણ ટ્રાફિક સિગ્નલ પાલન ફરજિયાત થઈ શકે છે!
જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલા મેમાની રસિદ મુંજાણી વિપુલ નામના વ્યક્તિએ ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.
બ્યુરો ચીફ જામનગર
સાગર કુમાર એમ બોદ્ધ
9662246157
આ પ્રકારના તમામ સમાચાર માટેે
