ચામડી પર કરચલીઓ છે, હાથ ધ્રુજે છે, છતાં બોટાદ જિલ્લાના વડીલોનું મન મતદાન કરવા મક્કમ છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zvzna7mmzaswxuly/" left="-10"]

ચામડી પર કરચલીઓ છે, હાથ ધ્રુજે છે, છતાં બોટાદ જિલ્લાના વડીલોનું મન મતદાન કરવા મક્કમ છે.


મતદાન મહાદાન છે, સૌએ અચૂક મતદાન કરવું જોઈએ: ધનવંતરાય પંચોલી, ગઢડા(સ્વા)

બોટાદના ગઢડામાં સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા ધનવંતરાય પંચોલી અનેક ચૂંટણીઓ માટેના મતદાનના સાક્ષી રહી ચૂક્યા છે. 75 વર્ષની વય ધરાવતા ધનવંતરાય પંચોલીનો મતદાન માટે અનેરો ઉત્સાહ ધરાવતા હતા. મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. મતદાન મહાદાન છે અને અવસર મળે ત્યારે અચૂક આ ફરજ નીભાવવી જોઈએ. ધનવંતરાય પંચોલીએ બ્રાંચ શાળા નંબર- 2, ગઢડા ખાતે મતદાન કર્યું હતુ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]