જાજરમાન જામનગરમાં શિયાળાના આગમનના એંધાણ: અનેક સ્થળોએ ગાઢ ધુમ્મસ
જાજરમાન જામનગરમાં શિયાળાના આગમનના એંધાણ: અનેક સ્થળોએ ગાઢ ધુમ્મસ
જામનગરમાં શિયાળાનું આગમન હવે નજીક હોય તેમ મોડી રાત્રે અને વેહલી સવારે જામનગર અનેક જગ્યાએ ધુમ્મસ છવાયું હતું. શિયાળાની એન્ટ્રી થવાની છે. ઋતુ પરિવર્તનના એંધાણ સમાન વાતાવરણમાં પલટો આવી રહ્યો છે.જામનગર શહેર અને જિલ્લામાં આજે ભેજ યુક્ત વાતાવરણ બન્યું છે, અને ગાઢ ધુમસ ની ચાદર છવાઈ જવાથી ઝાકળ ભીની સવાર થઈ છે.
મોડીરાત્રી થી એકાએક ભેજ પ્રવેશ્યો હતો, અને વહેલી સવારે ભેજયુક્ત વાતાવરણને કારણે માર્ગો પરથી પાણી ઉતર્યા હતા. ઉપરાંત હાઈવે રોડ પર મોટા પ્રમાણમાં ભેજ પ્રવેશી ચૂક્યો હોવાથી વાહનચાલકોને થોડે દૂર સુધી જોવું દુષ્કર બન્યું હતું, ઉપરાંત લાઈટો અને વાઇપર ચાલુ રાખીને જ વાહન ચલાવવાનો વારો આવ્યો હતો.
જોકે સાડા આઠ વાગ્યા પછી ધીમે ધીમે જાકળના પ્રમાણમાં ઘટાડો થયો હતો અને સૂર્યદેવતા બહાર ડોકાયા હતા. વહેલી સવારે વાતાવરણમાં ઠંડક જોવા મળે છે, અને ધીમે ધીમે બપોર સુધીમાં સૂર્યદેવતા નો આકરો તાપ વરસી રહ્યો હોવાથી ઠંડી અને ગરમી સહિતનું મિશ્ર વાતાવરણ જોવા મળે છે.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.