રાજકોટ જેલમાં ભૂખ હડતાલ પર ઉતરેલા હત્યાના કેદીની તબિયત લથડી

રાજકોટ જેલમાં ભૂખ હડતાલ પર ઉતરેલા હત્યાના કેદીની તબિયત લથડી


રાજકોટની પોપટપરામાં આવેલી મધ્યસ્થ જેલ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બની છે. કેદીઓના આપઘાત બાદ હવે કેદીઓએ ભૂખ હડતાલ શરૂ કરતાં જેલતંત્રમાં દોડધામ મચી ગઇ છે. જેલના સત્તાધીશોના ત્રાસથી કંટાળી ચાર દિવસથી ભૂખ હડતાલ પર ઉતરેલા કેદીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણમાં પાંચ વર્ષ પહેલા થયેલી હત્યા અને અત્યારની કોશિશના ગુનામાં આવેલા જીતેન્દ્રગીરી ગણપતિગીરી ગોસાઈને રાજકોટની મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં જેલના સતાધીશોના ત્રાસના કારણે છેલ્લા ચાર દિવસથી ભૂખ હડતાલ પર ઉતર્યા છે. જેના કારણે તેની તબિયત લથડતાં કેદીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »