નારોલ સર્કલથી દાણીલીમડા તરફ જવાના માર્ગ પર સવાર-સાંજની ટ્રાફિક સમસ્યા કયારેય હલ થશે? - At This Time

નારોલ સર્કલથી દાણીલીમડા તરફ જવાના માર્ગ પર સવાર-સાંજની ટ્રાફિક સમસ્યા કયારેય હલ થશે?


તસવીર પ્રતીકાત્મક છે.
.......઼......઼..........઼.

આજે અમદાવાદ જેવા શહેરમાં કોઈ મોટી સમસ્યા હોય તો તે છે, સવાર-સાંજ ટ્રાફિક જામની સમસ્યા.જેમકે કોઈ અસાધ્ય રોગ નાં હોય , તેવી જ રીતે આ સમસ્યાનો પણ કોઈ કાયમી ઉકેલ થતો જ નથી.આપણે સૌ જાણીએ છીએ કે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પોલીસ પ્રશાસન દ્વારા ટ્રાફિક પોલીસકર્મીઓ,ટીઆરબી જવાનો તેમજ હોમગાર્ડના જવાનો ને આ જવાબદારી સોંપવામાં આવી છે તેમ છતાં પણ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થતું નથી.
અમદાવાદ શહેરમાં ઘણા બધા વિસ્તારોમાં સવારે અને સાંજે ટ્રાફિક જામની સ્થિતિ ઉત્પન્ન થાય છે અને ખાસ કરીને નારોલ તરફથી દાણીલીમડા તરફ જવાના માર્ગ પર તો કાયમી ધોરણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.આ માર્ગ પર થતી ટ્રાફિકની સમસ્યા માટે કોને જવાબદાર ગણવા જોઈએ?એ એક મોટો સવાલ ઉત્પન્ન થાય છે.

નારોલ તરફથી દાણીલીમડા તરફ આવવાનાં માર્ગ પર પહેલા કાશીરામ ટેક્સટાઇલ ચાર રસ્તા પાસેથી ટ્રાફિક જામની શરુઆત થતાં, બાદમાં બોમ્બે હોટલ પાસે, ત્યાર બાદ બેરલ માર્કેટ પાસે, બાદમાં છીપા સોસાયટી પાસે અને અંતમાં દાણીલીમડા ચાર પાસે આવતા –આવતા ટ્રાફિક જામ નું અતિ ભયાનક સ્વરૂપ જોવા મળે છે.ટૂંક માં દાણીલીમડા પહોંચવા દસથી બાર મીનીટ લાગે, જ્યારે ટ્રાફિક જામના કારણે દાણીલીમડા ચાર રસ્તા પાસે પહોંચતા પોણો કલાક જેટલો સમય વ્યતિત થાય છે. જ્યારે આ સ્થિતીમાંથી પસાર થઈએ ત્યારે ઈડરીયો ગઢ નાં જીત્યા હોય તેવો અનુભવ થતો હોય છે.

હવે સવાલ એ ઉત્પન્ન થાય છે કે પોલીસ પ્રશાસન તરફથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આટલા બધા કર્મીઓ ફરજ બજાવતા હોય છે, તો પણ ટ્રાફિકની સમસ્યા કેમ હલ થતી નથી?

ટ્રાફિક જામ માટે જ્યારે સ્થાનિકો ને પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે ચાર રસ્તા પાસે શટલ રિક્ષાઓ નો થતો ખડકલો જવાબદાર છે,તો અન્યના કહેવા મુજબ બીઆરટીએસ રૂટ પર બંને બાજુ લગાવવામાં આવેલી બેરીકેડ જવાબદાર છે. નારોલ સર્કલથી દાણીલીમડા તરફ જવાના બીઆરટીએસ રૂટની બંને બાજુ લગાવવામાં આવેલી બેરીકેડ જો દુર કરવામાં આવે તો રસ્તો ખુલ્લો થઈ શકે છે,જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાશે નહીં.નારોલ સર્કલ પાસે આવેલ ટ્રાફિક બુથ પાસે ટ્રાફિક નું નિયંત્રણ કરતા પોલીસ કર્મચારીઓ,ટીઆરબી જવાનો અને હોમગાર્ડના જવાનો આ એક જ જગ્યાએ એકઠા થવાના બદલે દાણીલીમડા તરફ જવાના માર્ગ પર કે જ્યાં સવાર–સાંજ ટ્રાફિક જામ થાય છે ત્યાં પોતાની ફરજ પ્રામાણીકતાથી કરે તો પણ મહદ્ અંશે ટ્રાફિક જામની સ્થિતિ પર કાબૂ મેળવી શકાય તેમ છે. ટ્રાફિક જામની સ્થિતિ ત્યારે જ સર્જાય કે જયારે ટ્રાફિક ડિવિઝન ને લગતા કર્મચારીઓ પોતાના કાર્યમાં લાપરવાહી દાખવતા હોય.

SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.