મહીસાગર જિલ્લામાં વરસાદના વિરામ બાદ દવા છંટકાવ અને સાફસફાઇની કામગીરી હાથ ધરાઇ
મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ થતાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતા જેમાં જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બની કામગીરી કરી હતી. આજરોજ વરસાદના વિરામ બાદ જિલ્લા તંત્ર નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપી વધારે સતર્કતાથી કામગીરી કરી રહ્યું છે. વિવિધ જગ્યાઓ ઉપર રોગચાળો ન ફાટે તેની તકેદારી રાખી લુણાવાડા નગરપાલીકા દ્વારા સઘન સફાઇ અભિયાન અને દવા છંટકાવની કામગીરીમાં અને આરોગ્ય વિભાગ રોગચાળા નિયંત્રણની કામગીરીમાં વ્યસ્ત થઇ ગયા છે. લુણાવાડાના વિવિધ જગ્યાઓ ઉપર સાફસફાઇ હાથ ધરાઇ હતી. મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલીક ધોરણે સતર્કતા રાખી તમામ કામગીરી કરવામાં આવી રહી છે.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.