રામ નવમી વિશેષ: ભગવાન રામ – સંસ્કૃતિનો શાશ્વત સેતુ
રામ નવમી:આજે સમગ્ર દેશભરમાં રામ નવમીનો પાવન પર્વ ભક્તિભાવથી ઉજવાઈ રહ્યો છે. અયોધ્યાના રામ મંદિરના નિર્માણ પૂર્ણતાની ઉજવણી સાથે આ વર્ષે રામ નવમી એક વિશિષ્ટ ભાવનાત્મક ઊર્જા સાથે આવી છે. અસંખ્ય રામભક્તો માટે આજે માત્ર પર્વ નહીં, પણ ગૌરવનો દિવસ છે – એક નવી સંસ્કૃતિ જાગૃતિનો અવસર છે.
ભગવાન રામનો જન્મદિવસ માત્ર ધાર્મિક પર્વ નથી – તે આપણા સંસ્કૃતિના મૂળને યાદ કરાવતો દિવસ છે. રામ આપણા માટે એક ધાર્મિક પ્રેરણા, જીવનશૈલી અને સંસ્કારનો પ્રતીક છે. રામનું નામ બે વ્યક્તિને જોડતું એક 'સેતુ' પણ છે – એકતાનો સંદેશ આપતું અમર ચિહ્ન.
પ્રખ્યાત દાર્શનિક ઓશોએ પોતાના એક પ્રવચનમાં કહ્યું હતું, "રામ એ માત્ર એક વ્યક્તિ નહીં, પણ સમાજની સમૂહ ચેતનાનો કેન્દ્રીય સ્તંભ છે." – રામ એ મર્યાદાનો મહિમા છે, કર્તવ્યનો પ્રકાશ છે અને ત્યાગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ, અને તાજેતરમાં પ્રયાગરાજમાં યોજાયેલો કુંભ મેળો – બંને પ્રસંગો એ સિદ્ધ કરે છે કે ભારત આજે ફરીથી પોતાના ધર્મ અને સંસ્કૃતિ સાથે ગૌરવપૂર્વક જોડાઈ રહ્યો છે. આજના યુવા માટે પણ ભગવાન રામનું જીવન પ્રકાશપથ બની શકે છે – જ્યાં વર્તમાનની સમસ્યાઓનો ઉકેલ અને ભવિષ્યની દિશા છુપાયેલી છે.
રામ નવમી એ માત્ર ઉત્સવ નથી, એ આપણાં રાષ્ટ્રના મૂળ મૂલ્યોની પુનઃસ્થાપનાનો સંકલ્પ છે.
At This Time News તરફથી આપ સૌને રામ નવમીની હાર્દિક શુભેચ્છાઓ.
જય શ્રી રામ!
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
