મહિસાગર જિલ્લા ની બાલાસિનોર માં ઉભરાતી ગટરોની સમસ્યાથી નગરજનો પરેશાન*
*
તંત્રના આંખ આડા કાનથી સ્થાનિકોમાં રોષ
બાલાસિનોર નગરમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગટરોના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાઈને નગરના રાજપુરી દરવાજા મુખ્ય માર્ગ થી જીન રોડ બળિયાદેવ મંદિર સુધી ગટરનું પાણી,શ્રધ્ધાળુઓમાં તંત્રની ઢીલી નિતી પ્રત્યે ભારે રોષની લાગણી વ્યાપી છે.
બાલાસિનોર નગરપાલિકામાં હાલ વહિવટદારનું શાસન હોઈ અને નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા માં ઉપસ્થિત ન રહેતા નગરના વિવિધ વિસ્તારોમાં રોડ, રસ્તા, પીવાના પાણી, ગંદકી તેમજ ગટરો ઉભરાવાની સમસ્યા વકરી હોવાના આક્ષેપો નગરજનોમાંથી ઉઠયાં છે. પાયાની સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ નિવડયું હોવાનો રોષ નગરજનોએ ઠાલવ્યો છે.
નગરમાં ઠેર ઠેર ગટરો ઉભરાતા ગટરના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાઈ રહ્યાં છે. જેને લઈ રોગચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. ઉભરાતી ગટરોના પાણી માર્ગ પર રેલાતા વાહનચાલકો તથા રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
નગરના મુખ્ય માર્ગ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ આગળ તથા આસપાસના વિસ્તારમાં ગટરના ગંદા પાણી જાહેરમાં રેલાતા બળિયાદેવ મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓ સહિત સ્થાનિકો ભારે હેરાન થઈ રહ્યાં છે. નજીકમાં આવેલા મંદિરના અવરજવર ના મુખ્ય માર્ગ અને હોસ્પિટલોમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પણ આ સમસ્યાથી હેરાન છે.
ત્યારે પાલિકા તંત્રમાં અવારનવાર રજૂઆત કરવા છતાં પાલિકાના શાસકો કોઈ લક્ષ ન આપતા હોવાના આક્ષેપ સાથે આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા નગર જાણો ની માંગ છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.