ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાની જીલ્લા કારોબારી કોડિનાર ના વેલણ ગામમાં મળી. - At This Time

ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાની જીલ્લા કારોબારી કોડિનાર ના વેલણ ગામમાં મળી.


આજ રોજ કોડીનાર તાલુકાના વેલણ મુકામે સોડવ માતાજી ના મંદિર ખાતે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાની જિલ્લા કારોબારી મળી હતી.

આ બેઠકમા પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મોરચાના પ્રભારી શ્રી ઝવેરી ભાઈ ઠકરાર, પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખ ડો.પધ્યુમન વાજા સાહેબ, જિલ્લા મોરચાના પ્રભારી હીરાભાઈ સોલંકી, જિલ્લા મોરચાના પૂર્વ પ્રમુખ અને પ્રભારી ગીરીશ ભાઈ ભજગોતર, કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનભાઈ પરમાર, કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ ડોડીયા, કોડીનાર તાલુકા સરપંચ યુનિયન પ્રમુખ કનુભાઇ લાખનોત્રા,ભાજપ અગ્રણી ડો.રામભાઈ વાઢેર,જિલ્લા મોરચાના પ્રમુખ માનસિંગ ભાઈ, જિલ્લા મોરચાના બંન્ને મહામંત્રી કાંતિ ભાઈ ચુડાસમા અને પ્રવિણભાઈ સાંખટ તેમજ જિલ્લા મોરચાની મુખ્ય ટીમ અને કારોબારી સભ્યો અને ૧૧ મંડળ મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રી ઓ, અનુ.જાતિના સરપંચ શ્રીઓ,તા.પં સદસ્યશ્રીઓ,ન.પા.સદસ્યશ્રીઓ જિ.પં.સા.ન્યા.સ.ના ચેરમેનના પ્રતિનિધિ અમુભાઈ વાજા,ગુ.સ.સ. ક.સમિતિના સદસ્ય બચુભાઈ રાઠોડ,જિ.પં.શિ.સમિતિના સદસ્ય દીનેશભાઈ ભજગોતર, રાજેશભાઈ ભજગોતર, રામસિંહ ભાઈ સોસા, બાબુભાઈ બારૈયા, વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સૌ પ્રથમ દીપપ્રાગટય કરી, વંદેમાતરમ્ ગાન થી બેઠકની શુભ શરૂઆત કરવામાં આવી.

જિલ્લા મોરચાના પ્રમુખ માનસિંગ ભાઈ વાઘેલા, ગુજરાત પ્રદેશ મોરચાના પ્રમુખ ડો.પદયુમન વાજા સાહેબ અને પ્રદેશ મોરચાના પ્રભારી ઝવેરી ભાઈ ઠકરાર દ્વારા કાર્યકરો ને યોગ્ય અને ઝીણવટભરી માહીતી પુરી પાડવામાં આવી તેમજ મોરચા દ્વારા અગાઉ થયેલા કાર્યક્રમોની અને આગામી કાર્યક્રમો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

આભાર વિધિ સાથે કાર્યકમ ને સફળતા પૂર્વક પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon