સા.કા. બેંકના ચેરમેનશ્રી દ્રારા જિલ્લા સમાહર્તાને ૧૫ લાખનો ચેક અર્પણ કરાયો

સા.કા. બેંકના ચેરમેનશ્રી દ્રારા જિલ્લા સમાહર્તાને ૧૫ લાખનો ચેક અર્પણ કરાયો


સા.કા. બેંકના ચેરમેનશ્રી દ્રારા જિલ્લા સમાહર્તાને ૧૫ લાખનો ચેક અર્પણ કરાયો
******
આ દાનથી રેડક્રોસ હિંમતનગરમાં નવી સુવિધા ઉભી કરાશે
****
    સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાને સાબરકાંઠા બેન્કના ચેરમેન શ્રી મહેશભાઈ પટેલ દ્વારા રૂ. ૧૫ લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
જિલ્લાના સહકારી અગ્રણી શ્રી સ્વ અમીચંદભાઈ પટેલના સ્મરણાર્થી બનાવવામાં આવેલ અમીધારા ટ્રસ્ટ દ્વારા આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો
હિંમતનગર રેડ ક્રોસ સોસાયટીમાં ફિઝિયોથેરાપી સેન્ટર અને ડેન્ટલ વિભાગ માટે આધુનિક સાધનો તેમજ નવીન  જેનેરીક મેડિકલ સ્ટોર ના નિર્માણ માટે આ સહાયનો ચેક અર્પણ કર્યો હતો.   
   હિંમતનગર રેડક્રોસ સોસાયટી ના ચેરમેન શ્રી  ડો. ભુપેન્દ્ર શાહ રેડક્રોસ સોસાયટીની કામગીરી  અંગે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ગુજરાત રેડક્રોસ સોસાયટી ચાલે છે જેમાં  હિંમતનગર રેડક્રોસ સોસાયટી દ્વારા શ્રેષ્ઠ સેવાઓ આપવામાં આવે છે. હિંમતનગર રેડક્રોસ દ્વારા ૧૫  જેટલી અલગ અલગ સેવાઓ જરૂરિયાતમંદોને  પૂરી પાડવામાં આવે છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે સેવાઓ પૂરી છે.
    આ પ્રસંગે વાઇસ ચેરમેન શ્રી ડો. ગોપલાણી, ખજાનચી જીતુભાઇ પટેલ, કારોબારી સભ્યશ્રી સર્જનસિંહ જેતાવત, હરેશભાઇ વ્યાસ, વિપુલભાઇ સાંખલા, પિયુષભાઇ દવે, સતિષભાઇ શાહ, હિતેશ સાંખલા ઉપસ્થિત રહ્યા હતા.      


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »