ગઢડા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા નારીવંદન ઉત્સવ-2024 અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી
મહિલા અને બાળ અધિકારી શ્રી મન્સૂરી ના નેતૃત્વ હેઠળ કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત 1 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ સુધી વિવિધ થીમ આયોજિત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે આજે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી ગઢડા તાલુકાની એલિસ કોલેજ ઓફ નર્સિંગ - ટાટમ ખાતે કરવામાં આવી હતી જેમાં નર્સિંગ નો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પોલીસ બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરના નીતાબેન ભેડા દ્વારા કાર્યક્રમનો હેતુ, સેન્ટરની કામગીરી, પોકસો, જાતિય સતામણી, ઘરેલુ હિંસા અને સાયબર ક્રાઇમ વિશે માહિતી આપેલ સાથોસાથ 181 અભયમ, સખી વનસ્ટોપ સેન્ટર અને સંકટ સખી એપ્લિકેશન વિશે જણાવેલ. ડીસ્ટ્રીક હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન ના કોર્ડીનેટર મહેશભાઈ સોલંકી દ્વારા મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજના જેમાં વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા યોજના, વિધવા પુનઃ લગ્ન યોજના, સ્વાવલંબન યોજના વિશે માહિતી આપેલ આ કાર્યક્રમ કોલેજના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ સાકળિયાના અધ્યક્ષ સ્થાને તેમના સહયોગથી યોજવામાં આવ્યો હતો. જેન્ડર સ્પેશિયાલિસ્ટ હરેશભાઈ સોલંકી દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.