જાયન્ટસ્ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આગાખાન હોસ્ટેલ માં વિદ્યાર્થીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મેડિકલ સેવા પ્રોજેક્ટ અંતર્ગત આગાખાન હોસ્ટેલ(આગાખાન બોર્ડિંગ) બોટાદ ઘર પરિવારથી દુર રહી અભ્યાસ કરતા ૪૦ જેટલા વિદ્યાર્થીઓ માટે તેમના શરીરની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવેલ. જેમાં ડો.ગૌતમ ગોલેતર, ડો.નેહા લકુમ, ડો. ભાવેશ સાબવા, હિરલબેન વસાણી, અસ્મિતાબેન મેર, આરતીબેન મકવાણા દ્વારા સેવા બજાવેલ. સમગ્ર શરીરની તપાસ કરી જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન સ્થળ પર જ આપવામાં આવેલ. પ્રોજેક્ટ ચેરમેન તરીકે આગાખાન હોસ્ટેલ પ્રમુખ અને જાયન્ટસ ગ્રુપ બોટાદના સભ્ય ડો.દિલીપભાઈ દેરડીયાના માર્ગદર્શન નીચે યોજાયેલ. જાયન્ટસ ગ્રુપના સ્વસ્થ વિદ્યાર્થી અભિયાન હેઠળ આ પ્રોજેક્ટમાં ડી.એ. દીપકભાઈ માથુકિયા, મુકેશભાઈ જોટાણીયા તેમજ ભાવેશભાઈ ગજેરા એ હાજર રહી મેડિકલ કેમ્પ સફળ બનાવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.