રાજકોટના સોની વેપારીનું રૂ.9 લાખનું સોનું લઈ બંગાળી કારીગર ફરાર - At This Time

રાજકોટના સોની વેપારીનું રૂ.9 લાખનું સોનું લઈ બંગાળી કારીગર ફરાર


સોની બજારમાં વધું એક કારીગર વેપારીનું સોનુ લઈ ફરાર થઇ જતાં ચકચાર મચી ગઈ હતી. ગધીવાડ સોની બજારમાં સોની કામની દુકાન ધરાવતાં વેપારીએ આરોપી હસનઅલીને સોનાનું બિસ્કીટ અને ચેઇન બુટી બનાવવા માટે આપ્યા બાદ આરોપી ફોન સ્વીચઓફ કરી ઘરે તાળું મારી રૂ.9.09 લાખના દાગીના લઈ ફરાર થઇ જતાં એ. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે હાથિખાના શેરી નં.6/15 માં રહેતાં મોહમ્મદ ઇકરામુલ હક્ક (ઉ.વ.49) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હસનઅલી સૈયફુલ આલમ શેખ (રહે.એ-વન ફેમીલી માર્ટની ઉપર રામનાથપરા મેઇન રોડ, મૂળ પશ્ચિમ બંગાળ) નું નામ આપતાં એ ડિવિઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ જુની ગધીવાડ સોની બજાર માધવ દર્શન કોમ્પ્લેક્ષમા જસ્મીન મશીન કટ દુકાનમાં સોનાના દાગીના બાનાવવાનું અને વેચાણનું કામ કરે છે. ગઇ તા.12/10/2024 ના એ-વન ફેમેલી માર્ટ રામનાથપરા મેનઈ રોડ પર સોનીકામ કરતા હસનઅલી શેખને તેઓ છેલ્લા એકાદ વર્ષથી ઓળખે છે. તે હસનઅલીને 100 ગ્રામ ફાઈન સોનાનુ એક બિસ્કીટ તેમજ 18 કેરેટનો 29 ગ્રામનો સોનાનો ચેઇન કાનમાં પહેરવાની બુટી બનાવવા માટે પાંચ દિવસમા તૈયાર કરી પરત આપવાની શરતે વાઉચરમા તેમની સહી કરાવી સોનુ આપ્યું હતું.
બાદમાં હસનઅલી પાંચ દીવસ થઈ જતા કાનમાં પહેરવાની સોનાની બુટી બનાવી પરત આપવા ન આવતા તેમના મોબાઇલ પર ફોન કરતા તેમનો મોબાઈલ ફોન બંધ આવેલ હતો.
બાદમાં તેમના ઘરે જઈ તપાસ કરતા મકાન માલીકે જણાવેલ કે, હસનઅલી કયાંક જતો રહેલ છે. જેથી આરોપી હસનઅલી ફરિયાદીનું સોનાની બુટી બનાવવા 100 ગ્રામ ફાઈન સોનાનુ બીસ્કીટ રૂ.7.45 લાખ અને 29 ગ્રામનો સોનાનો ચેઇન મળી કુલ રૂ.9.09 લાખના દાગીના લઈ નાસી છૂટી વિશ્વાસઘાત કરતાં ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી એએસઆઈ આર.એચ.કોડિયાતરે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.