આખરે બાલાશિનોર વિધાનસભામાં ત્રણ સિંહો વચ્ચે ચૂંટણી જંગ જામશે - At This Time

આખરે બાલાશિનોર વિધાનસભામાં ત્રણ સિંહો વચ્ચે ચૂંટણી જંગ જામશે


કોંગ્રેસએ અજીતસિંહ ચૌહાણના નામ પર કળશ ઢોળ્યો.

બાલાસિનોર વિધાસભાનું મુખ્ય કેન્દ્ર પાંડવા અને દેવ ગામ બન્યું.
બાલાસિનોર વિધાનસભાની રાજકીય રાજધાની પાંડવા.

ભાજપ ઉમેદવાર માનસિહ ચૌહાણ.

આપ ઉમેદવાર ઉદેસિંહ ચૌહાણ.

વિધાનસભા ચૂંટણી તારીખો જાહેર થતા જ રાજકીય પક્ષો દ્વારા વિવિધ બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકો પર ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આજે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે ફાઇનલી 37 બાકી વિધાનસભા ઉપર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં મહીસાગર જિલ્લાની ત્રણે વિધાનસભા પર ઉમેદવારો જાહેર કરાયા છે
આખરે બાલાસિનોર વિધાનસભામાં ત્રણ સિંહો ચૂંટણી જંગમાં ઝંપ લાવ્યું છે અને ચૂંટણી રસપ્રસાદ બનાવી દીધી છે ભાજપના માનસીહ ચૌહાણ વાહન વ્યવહાર તેમજ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે બહોળો અનુભવ ધરાવે છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજીતસિંહ ચૌહાણ પાંચ વર્ષ ધારાસભ્ય પદે રહ્યા છે અને આપના ઉમેદવાર ઉદેશી ચૌહાણ ખેડા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા અને મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપેલી છે આ ચૂંટણી જંગ 2022 રસપ્રસાદ બની રહેશે તે નક્કી જ છે તેવો મતદારોમાં ચર્ચા ચાલે છે

*રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.