ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં બોડીદર મુકામે 2024 ગીર ગઢડા તાલુકા લેવલનાં રવિ કૃષિ મેળાનું ભવ્ય આયોજન
તા:7 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર મુકામે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ગીર ગઢડા તાલુકાનાં તમામ ગામડાઓને ધ્યાનમાં રાખીને આ રવિ કૃષિ મેળાનું આયોજન બોડીદર મુકામે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ તારીખ 6 અને 7 આ બે દિવસ કૃષિ લક્ષી તમામ ખેડૂતોને માહિતી મળી રહે આવી રાજય સરકારની નેમ છે એવાં હેતુથી જિલ્લા લેવલનાં કાર્યક્રમો તાલુકા લેવલે કરીને ગામડામાં રહેતા નાનાં ખેડૂતો ખાતેદારોને પુરતી માહિતી મળી રહે એ હેતુથી આ રવિ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત તારીખ 6 નાં રોજ કરવામાં આવી હતી જેમાં વિશાળ પટ્ટાગણ દેવાયત ગઢ ખોડીયાર માતાજીનાં મંદિરની બાજુમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ગીર ગઢડા તાલુકાનાં અનેક ગામડાનાં ખેડૂતોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ કાર્યક્રમની શરૂઆતમાં હાજર આઞેવાનો અને કર્મચારી વર્ગ ગીર ગઢડા તાલુકા પંચાયતનાં પ્રમુખ ભગવતીબેન સાંખટ તાલુકા વિકાસ અધિકારી આર.એમ.ત્રિવેદી સાહેબ નાયબ પશુ પાલક નિયામક પરમાર સાહેબ બાગાયત અધિકારી કાજલબેન બારડ જિલ્લા પંચાયત એગ્રીકલ્ચર ઓફિસર કુલદીપસિંહ ડોડીયા તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી ભાવસિંહભાઈ ચૌહાણ તાલુકા પંચાયત ગ્રામસેવક રાઠોડ પરાગસિંહ તેમજ ગીર ગઢડા તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ તલાટી મંત્રી ખેતીવાડી અધિકારીઓ આઇ.સી.ડી.એસનાં સુપરવાઈઝર આંગણવાડી કર્મચારી શિક્ષકો આરોગ્ય કર્મચારી બોડીદર તાલુકા પંચાયતનાં સદસ્ય દિનેશભાઈ વાળા બોડીદર ગ્રામ પંચાયતનાં સરપંચ ભોજાભાઇ મોરાસીયા આ તમામ આગેવાનો કર્મચારીઓ દિપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આ કાર્યક્રમની શરૂઆતમાં ખેડૂતોને પૂરતી માહિતી મળી રહે એ માટે અનેક અધિકારીઓએ વક્તવ્ય આપીને પૂરી માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાંઅલગ અલગ વિભાગઅનાં 15 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય કૃષિ લક્ષી ઓર્ગેનિક ખેતીની માહિતી મળી રહે તેમજ ફાર્મ રજીસ્ટ્રેશન આંગણવાડીની વાનગીઓ ડ્રીપ સિસ્ટમનાં સ્ટોલ પશુપાલક ડોક્ટરોએ પણ હાજરી આપી હતી ખેડૂતોને જમવા માટે સારી સગવડ મળી રહે એ માટે રસોડાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આરોગ્ય સ્ટોલની 300 થી 400 ખેડૂતોએ મુલાકાત કરીને દવાઓ પણ લીધી હતી અને પશુપાલક સ્ટોલની ખેડૂતોએ મુલાકાત કરી 500 થી 700 ખેડૂતોએ પશુ માટેની દવા લીધી હતી ફાર્મર રજીસ્ટર માટે અનેક ખેડૂતોને લાભ મળ્યો હતો અને સર્વ ડાઉન ધાંધિયાથી અનેક ખેડૂતો પરેશાન થયાં હતાં
ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા અપાતી ખેડૂતોની મળતી સબસીડી તેમજ અન્ય ખેડુત લક્ષી સરકાર દ્વારા અપાતી સહાયનાં ચેક વિતરણ કરીને ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમમાં હાજર તમામ આગેવાનો સરકારી કર્મચારીઓ હાજર ખેડૂતો માટે જે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં 1300 થી 1400 ખેડૂતોએ જમવાનો લાભ લીધો હતો અને આ કાર્યક્રમમાં ગીર ગઢડા તાલુકાનાં તમામ ગામડાઓનાં ખેડૂતો અને બોડીદર ગામનાં ખેડૂતોનો ભરપૂર સહકાર મળેલ છે એવો કર્મચારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો
પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ઞીર ગઢડા ગીર સોમનાથ
8780138711
આ પ્રકારના તમામ સમાચાર માટેે
