જી.સી.ઈ.આર.ટી .ગાંધીનગર પ્રેરિત અને ડાયટ સુરેન્દ્રનગર
માર્ગદર્શિત બી.આર.સી ભવન થાનગઢ આયોજીત તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા નું આયોજન શાળા નંબર 15 થાનગઢ ખાતે કરવામાં આવ્યું. નિપુણ ભારત મિશન આધારિત વાર્તા કથન/લેખન સ્પર્ધા દ્વારા બાળકોમાં કલ્પના શક્તિ અને ભાવવિશ્વ વિકસે તે આશય થી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર વિજેતા ને ક્રમશ 500 રૂપિયા,300 રૂપિયા,200 રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવેલ હતા.તેમજ ભાગ લીધેલા તમામ બાળકોને ₹100 રૂપિયા તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા . કાર્યક્રમને સફળ બનાવવા બી. આર .સી પ્રિયંકકુમાર એમ કોષ્ટી, સી. આર. સી લલીતભાઈ ,પીનલબેન તેમજ શાળા પરિવારે સફળ પ્રયત્ન કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
