અંકલેશ્વર શહેર માં તંત્ર દ્વારા શેરી નાટક થકી મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું =અંકલેશ્વર પ્રાંત કચેરી ,મામલતદાર અને નગર પાલિકા દ્વારા મતદારો ને જાગૃત કરવા અભિયાન શરૂ કરાયું - At This Time

અંકલેશ્વર શહેર માં તંત્ર દ્વારા શેરી નાટક થકી મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું =અંકલેશ્વર પ્રાંત કચેરી ,મામલતદાર અને નગર પાલિકા દ્વારા મતદારો ને જાગૃત કરવા અભિયાન શરૂ કરાયું


અંકલેશ્વર શહેર માં તંત્ર દ્વારા શેરી નાટક થકી મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું
=અંકલેશ્વર પ્રાંત કચેરી ,મામલતદાર અને નગર પાલિકા દ્વારા મતદારો ને જાગૃત કરવા અભિયાન શરૂ કરાયું

અંકલેશ્વર

અંકલેશ્વર પ્રાંત કચેરી ,મામલતદાર કચેરી અને નગર પાલિકા ના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર ના વિવિધ વિસ્તારો માં શેરી નાટક થકી મતદારો ને જાગૃત કરવા નું અભિયાન શરુ કરવામાં આવ્યું છે ,

ગુજરાત માં આગામી વિધાનસભા નું ચૂંટણી અંતર્ગત ઈલેક્શન કમીશન ઓફ ઇન્ડિયા ની ગાઇડલાઇન હેઠળ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા શેરી નાટક થકી મતદારો ને જાગૃત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ,આ અભિયાન અંતર્ગત અંકલેશ્વર ની પ્રાંત કચેરી .અને મામલતદાર કચેરી તેમજ અંકલેશ્વર નગર પાલિકા ના સંયુક્ત ઉપક્રમે શહેર ના એસટી ડેપો સહીત ના વિવિધ વિસ્તારો અને જીઆઇડીસી માં જલધારા ચોકડી ખાતે મામલતદાર કચેરી ના નાયબ મામલતદાર કૃપાબેન પટેલ ની અધ્યક્ષતા હેઠળ શેરી નાટક દ્વારા મતદારો ને જાગૃત કરવાનું અભિયાન હાથ ધરાયુ હતું જેમાં શેરી નાટક ની સાથે ઉપસ્થિત મતદારો ને ઈવીએમ મશીન માં કઈ રીતે મતદાન કરવું અને વીવી પેટ મશીન અંગે માહિતી આપવામાં આવી હતી ,આ પ્રસંગે નગર પાલિકા ના કર્મચારીઓ ,શેરી નાટક ના કલાકરો અને મતદારો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon