કોલસાની બોરીની આડમાં ભાવનગર ખાતે ઘુસાડવામાં આવેલ ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૪૮ તથા બિયર-૧૨૦ સહિત કિ.રૂ.૫,૧૩,૪૮૦/- નાં જથ્થા સહિત કુલ રૂ.૧૨,૫૪,૫૮૦/- નાં મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ઘનશ્યામ ઉર્ફે હરેશ માધાભાઇ મોરી રહે. ટાણા તા.શિહોર જી.ભાવનગર તથા ઘુઘો ઉર્ફે મુ્ન્નો ગોવિંદભાઇ ડાભી રહે.પીપરલા તા.ઘોઘા જી.ભાવનગરનાઓ ભેગા મળી બહારથી વિદેશી દારૂ ભરેલ ટ્રક મંગાવી કટીંગ કરવાના છે.તેઓએ મંગાવેલ ટ્રક રજી. નં.RJ-19-GG-7626 શિહોર તાલુકાના બોરડીથી ટાણા વચ્ચે નર્મદા પાણીની ટાંકી પાસે આવેલ પડતર જગ્યામાં મુકાવેલ હોવાની માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ તથા બિયરનાં જથ્થા સહિત અન્ય મુદ્દામાલ સાથે મળી આવેલ.તેઓ વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
*પકડાયેલ આરોપીઓઃ-*
૧) અશોક મોહનલાલ બંજારા ઉ.વ.૨૮ ધંધો-ડ્રાયવીંગ રહે.માંડલીખુર્દ તા.જી.પાલી રાજ્ય-રાજસ્થાન
૨) દિનેશ તેજારામ કુમાર ઉ.વ.૨૮ ધંધો- ક્લીનર રહે.અટબરા તા.સોજત જી.પાલી રાજ્ય-રાજસ્થાન
૩) ઘનશ્યામ ઉર્ફે હરેશ માધાભાઇ મોરી ઉ.વ.૩૬ રહે.ટાણા તા.ભવાની ચોક, તા.શિહોર જી.ભાવનગર
*પકડવાનાં બાકી આરોપીઓઃ-*
૧) અરૂણસિંહ ઉર્ફે કનીસિંહ હિમંતસિંહ રહે.રામદેવ રોડ,પાલી રાજય-રાજસ્થાન
૨) જયરામ માલી રહે.ડીસા
૩) ઘુઘો ઉર્ફે મુ્નો ગોવિંદભાઇ ડાભી રહે.પીપરલા તા.ઘોઘા જી.ભાવનગર
*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
૧) મેકડોવેલ્સ ગ્રીન લેબલ વ્હીસ્કી ૭૫૦ ML પેટી-૧૩માં ભરેલ બોટલ નંગ-૧૫૬ કિ.રૂ.૫૩,૦૪૦/-
૨) ઓફીસર્સ ચોઇસ ક્લાસીક વ્હીસ્કી ૭૫૦ ML પેટી-૧૧૬માં ભરેલ બોટલ નંગ-૧૩૯૨ કિ.રૂ.૪,૪૫,૪૪૦/-
૩) ન્યુ ટ્યુબર્ગ પ્રિમીયમ સ્ટ્રોંગ કંપની સીલ પેક બિયર બોટલ નંગ-૧૨૦ ભરેલ પેટી-૦૫ કિ.રૂ.૧૫,૦૦૦/-
૪) અલગ-અલગ કંપનીનાં મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૨૦,૦૦૦/-
૫) રોકડ રૂ.૧,૧૦૦/-
૬) ટ્રક રજી.નંબર-RJ-19-GG-7626 કિ.રૂ.૭,૦૦,૦૦૦/-
૭) ટ્રકમાં ભરેલ કોલસાની બોરી નંગ-૭૦ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા તાડપતરી કિ.રૂ.૦૦/- મળી *કુલ રૂ.૧૨,૫૪,૫૮૦/-નો મુદ્દામાલ*
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા,પી.આર. સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, હિરેનભાઇ સોલંકી, બલરાજસિંહ સરવૈયા, બિજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ ગોહિલ, નીતિનભાઇ ખટાણા, હસમુખભાઇ પરમાર, મહેશભાઇ કુવાડિયા વગેરે સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટર અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.