મહીસાગર જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજવામા આવી. - At This Time

મહીસાગર જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજવામા આવી.


મહીસાગર જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઇ.

જનપ્રતિનિધિશ્રીઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરતા જિલ્લા કલેક્ટરશ્રી

મહિસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ ૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી ભાવીન પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન કલેક્ટરશ્રીની કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે, જેથી જનહિતને લગતા પ્રશ્નો ને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું જેને કલેક્ટરશ્રીએ નિહાળ્યું હતું. આ પ્રેઝન્ટેશન માં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ તેઓએ બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્ર ની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા.
જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલાં પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી આર.પી.બારોટ, ડીઆરડીએ ડાયરેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon