સાયલા ના ગોસળ ગામે ગામજનો ની ઉપસ્થિત માં રાત્રી સભા યોજાઈ
સરકાર દ્વારા આગામી 100 દિવસ દરમ્યાન થનાર પ્રજાલક્ષી તેમજ વિકાસના કામો અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા ના ગામડાઓમાં પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે અને પારદર્શક વહીવટ માટે રાત્રી સભા નું આયોજન કરાયું છે.
ત્યારે સાયલા ના ગોસળ ગામે રાત્રી સભા યોજવામાં આવી હતી જેમાં મા સાયલા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પીજીવીસીએલ ના કર્મચારી અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર તેમજ શિક્ષણધિકારીઓ એ હાજરી આપી સરકાર ની વિવિધ યોજના વિશે માહીતી આપી સરકાર ની યોજના નો લાભ લેવા ગ્રામજનો ને આહવાન કરવા મા આવ્યુ તેમજ તેના વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું. રાત્રી સભા ના આયોજન માં ગોસળ ના સરપંચ રામકુભાઈ ખાચર તથા તલાટી મંત્રી તથા ગ્રામપંચાયત સભ્યો દ્વારા આવેલ અધિકારી ને સાથ સહકાર આપી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
રાત્રી સભામાં ગ્રામજનો ની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.