મેંદરડા તાલુકા મા બસો ટકા વરસાદ થતાં અતિવૃષ્ટિ ની સ્થિતિ સર્જાઈ અધિકારીઓ દ્વારા ખેતરો ની વિઝીટ કરવામાં આવી - At This Time

મેંદરડા તાલુકા મા બસો ટકા વરસાદ થતાં અતિવૃષ્ટિ ની સ્થિતિ સર્જાઈ અધિકારીઓ દ્વારા ખેતરો ની વિઝીટ કરવામાં આવી


મેંદરડા: મેંદરડા તાલુકા મા બસો ટકા વરસાદ થતાં અતિવૃષ્ટિ ની સ્થિતિ સર્જાઈ

પ્રાંત અધિકારી સહિતના ઓએ તાત્કાલિક ખેતરોની સ્થળ મુલાકાત કરી સર્વ કરવાનો આદેશ આપ્યો

મેંદરડા તાલુકા સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા એ અતિવૃષ્ટિ સર્જી છે ત્યારે ચોમાસા દરમ્યાન ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવેલ હતું ત્યારે ત્રણ ત્રણ મહિનાની મહા મહેનત કરી જ્યારે પાકો સંપૂર્ણ તૈયાર થયેલ હતા તે દરમ્યાન ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થતાં સોયાબીન અડદ મગફળી કપાસ વગેરે પાકોને કમોસમી વરસાદ થતા ખેડૂતોએ તૈયાર કરેલા પાકોનું નુકસાન અને ખેતરો નું ધોવાણ થવા પામેલ છે. ત્યારે ખેડૂતોએ માંગ કરી છે કે લીલો દુષ્કાળ જાહેર કરી સહાય ચૂકવવામાં આવે

લાખો રૂપિયાના પાકો તણાઈ ગયા છે ત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો અને ખેતરોમાં મગફળી સહિતના પાકો તણાઈને જઈ રહ્યા હતા ત્યારે નાભી માંથી અનેક ખેડૂતોનો અવાજ આવતો હતો કે આ અમારો તૈયાર થયેલો પાક નહીં પણ અમારી દીકરીઓનો કરિયાવર તણાઈ રહ્યો છે આવા અનેક દુઃખદ દ્રશ્ય જોવા મળ્યા હતા

ત્યારે ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ પરસોતમભાઈ ઢેબરીયા ની અનેક વખત ની રજુઆતો તંત્ર અને અધિકારીઓ ને ધ્યાન માં આવતાં મેંદરડા ના પ્રાંત અધિકારી હિરલ ભાલાળા એ ખેતીવાડી અધિકારી, તલાટી મંત્રી અશ્વીન વસિયર ,ગ્રામ સેવક સહિતનાઓ ને સાથે રાખી ને મેંદરડાં પંથક નાં ખેડૂતો ના ખેતરો પર સ્થળ વિઝીટ કરવામાં આવેલ હતી અને ઝડપ થી સર્વે કરાવી ને ખેડૂતો ને વહેલી તકે વળતર ચૂકવા નો‌ આદેશ આપ્યો હતો

આ તકે ખેડૂતો એ પોતાની આપવિતી જણાવતા કહ્યું હતું કે સરકારશ્રી દ્વારા વહેલી તકે સર્વે કરાવી વહેલામાં વહેલી તકે ખેડૂતોના ખાતામાં રકમ જમા કરવામાં આવે તો થોડા દિવસમાં દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે તો પરિવાર સાથે ઉજવણી કરી શકશે

રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.