વિસાવદરના મોટા કોટડા ગામે પી. જી.વી. સી.એલ. કંપનીનું સબ ડિવિઝન મંજુર કરવા ટિમગબ્બરની માંગણી

વિસાવદરના મોટા કોટડા ગામે પી. જી.વી. સી.એલ. કંપનીનું સબ ડિવિઝન મંજુર કરવા ટિમગબ્બરની માંગણી


વિસાવદરતા.ટીમ ગબ્બર ગુજરાતના એડવોકેટ કે એચ ગજેરા તેમજ વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી દ્વારા મુખ્યમંત્રી,કૃષિમંત્રી,ઉર્જા મંત્રી,પી.જી.વી.સી.એલ કંપની કલેકટર,જુનાગઢ સહિતનાને લેખિતમાં રજુઆત કરી જણાવેલ છે કે, ભેસાણ,બીલખા તથા વિસાવદર તાલુકાના બોર્ડરના ગામડાઓ વિસાવદર,બીલખા,તથા ભેસાણ પી. જી.વી.સી. એલ. કંપનીના ડિવિઝન નીચે આવતા હોય આ ડિવિઝનમાં ઘણા બધા ગામડાઓનો સમાવેશ થતો હોય અને આ વિસ્તાર પણ ખૂબ જ મોટો હોય અને તેના કારણે ગ્રાહકોને ખુબજ અગવડતા અને હેરાનગતિ ઉભી થતી હોય વિસાવદરમાં વર્ષો પછી ગ્રાહકની સંખ્યા અને વિજ લાઈન અને ટ્રાન્સફોર્મર વધી ગયા હોય જેથી મોટા કોટડાગામ સેન્ટર પર આવેલ છે.જેથી ત્યા નજીકના ગામની અલગ અલગ ઑફિસ થાય તો ત્યા નાગરિકોને સારી વિજ સેવા મળી રહે તેમ છે હાલ વિસાવદર તાલુકા કક્ષાનુ ગામ હોય છતા પીજીવીસીએલનો વિસ્તાર ખુબજ મોટો હોય ફોલ્ટ એટેન્ડ કરવામા ખુબજ સમય લાગે છે અને ૬૦ હજારની વસ્તી ધરાવતો વિસાવદર ગામ નો વિસ્તાર અંધારામા રહે છે આ કચેરી નીચે ફોલ્ટ લખાવ્યા બાદ ફોલ્ટ રીપેર કરવામાં પૂરતા વાહનો તથા માણસો ન હોય એક છેડેથી બીજા છેડે જતા ઘણો સમય બગડતો હોય જેથી વિસાવદર તાલુકાના મોટકોટડા ગામે એક અલગ નવું સબ સ્ટેશન મંજુર કરવા બન્ને તાલુકાની પ્રજાની તથા ખેડૂતોની માંગણી છે જેથી ટિમ ગબ્બર દ્વારા નવું સબ ડિવિઝન મંજુર કરવા માંગણી સાથે રજુઆત કરીએ છીએ જો ઉપરોક્ત જગ્યાએ નવી પી.જી.વી.સી.એલ. કંપનીની ઓફીસ ખોલી નવું સબ ડિવિઝન પૂરતા સ્ટાફ સાથે ખોલવામાં આવે તો પ્રજાને પડતી મુશ્કેલીઓ નિવારી શકાય ઉપરાંત પ્રજાને નાણાં અને સમયનો બચાવ થઈ શકે અને પાવર ચોરીનું દુષણ પણ અટકાવવામાં મદદ મળી રહે અને જો આમ થાય તો આજુબાજુના વિસાવદર તાલુકાના ૨૦થી ૨૫ ગામડાઓ તથા ભેસાણ તાલુકાના ૧૦ થી ૧૫ગામડાઓને તથા બીલખાના અમુક ગામોનો સમાવેશ કરી શકાય અને ગ્રામ્ય પ્રજાને પણ ઘણો મોટો ફાયદો મળી શકે તેમ છે કારણકે સામાન્ય કામ માટે વિસાવદર જેવા દૂરના સ્થળે આવવાના બદલે નજીકની કચેરીનો પ્રજાને લાભ મળી શકે ઉપરાંત વિસાવદર પી.જી.વી. સી.એલ સબ ડિવિઝન નંબર (૨)નીચે ૩૬ ગામો તથા ૫૯ ફીડરો અને ૮ સબ સ્ટેશનો આવે છે જ્યારે ભેસાણ સબ ડિવિઝન નીચે ૪૦ ગામો અને ૬૫ ફીડરો તથા ૮ જેટલા સબ સ્ટેશનો આવે છે અને વિસાવદર સબ ડિવિઝન નંબર (૧) નીચે પણ ૪૨ ગામો અને ૭૫ ફીડરો અને ૯ સબ સ્ટેશનો આવે છે. વિસાવદર- ભેસાણ બન્ને તાલુકા માત્ર ખેતી આધારિત તાલુકા છે બન્ને તાલુકા વચ્ચે આવેલ મોટા કોટડા ગામે આ સબ સ્ટેશન ઉભું કરવાથી બન્ને તાલુકાની પ્રજાને સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તેમ છેતેથી ટિમ ગબ્બર ની માંગ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »