નવતર પહેલ: વિંછીયાના દેવધરી ગામના મહિલા સરપંચે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે કન્યાદાનમાં ભારતના બંધારણનું પુસ્તક આપ્યું
નવતર પહેલ: વિંછીયાના દેવધરી ગામના મહિલા સરપંચે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે કન્યાદાનમાં ભારતના બંધારણનું પુસ્તક આપ્યું.
- ગામના મહિલા સરપંચે પોતાની અને તેમની દેરાણીની દીકરીઓને કન્યાદાન આપી ભારતના બંધારણનું મહત્વ સમજાવ્યું હતું.
દરેક દીકરીના માં-બાપ તેમની દીકરીના લગ્ન પ્રસંગે કન્યાદાનમાં મોંઘીદાટ ગાડીઓ, સોના-ચાંદીના દાગીનાઓ, કિંમતી ચીજવસ્તુઓ, જમીનના દસ્તાવેજો, સરકારી નોકરીઓની ડીગ્રીઓ, અદ્યતન બિલ્ડીગો-મકાનો, રોકડ રકમ વગેરે કિંમતી ચીજવસ્તુઓ આપી આત્મ સંતોષ માનતા હોય છે. પરંતુ વિંછીયા તાલુકાના દેવધરી ગામના મહિલા સરપંચ વસંતબેન ચતુરભાઈ ગોહિલે પોતાની દીકરી ચિ.માયાબેન અને તેમના દેરાણી લાભુબેન ગટુરભાઈ ગોહિલની દીકરી ચિ.સરીતાબેન એમ બન્ને દીકરીઓના લગ્ન પ્રસંગે કન્યાદાનમાં બન્ને દીકરીઓને દેવધરી ગામના મહિલા સરપંચ વસંતબેન ચતુરભાઈ ગોહિલે ભારતના બંધારણનું પુસ્તક આપી તેનું મહત્વ સમજાવ્યું હતું. આ તકે ઉપસ્થિત જાનૈયાઓ અને બન્ને દીકરીઓના સગા-વ્હાલાઓએ આ કન્યાદાનની નવતર પહેલને બિરદાવી દેવધરી ગામના મહિલા સરપંચ વસંતબેન ચતુરભાઈ ગોહિલને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર નરૅશ ચૉહલીયા જસદણ
9662480148
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.