હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન એકશન પ્લાન અંગે બેઠક યોજાઈ
(આબીદઅલી ભુરા સાબરકાંઠા)
સાબરકાંઠા જિલ્લામાં પુર વાવાઝેાડા તથા અન્ય જોખમો અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રિ-મોન્સૂનના આયોજન અંગેની બેઠક જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લામાં ચોમાસા દરમિયાન ઘટતી તમામ ઘટનાની વિગતો તાત્કાલિક મળી રહે તે અંગે આગોતરી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.તેમજ તાલુકા કક્ષાએ એક કંટ્રોલરૂમ કાર્યરત રહેશે.
જિલ્લામાં મામલતદારશ્રી ધ્વારા દરેક તાલુકાના તાલુકા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, ચીફ ઓફિસર ધ્વારા શહેરી વિસ્તારના સીટી ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને ટીડીઓશ્રી ધ્વારા વિલેજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાની કામગીરી હાથ ધરવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. જેમાં જીલ્લાના દરેક વિભાગોના ડીઝાસ્ટર પ્લાન તૈયાર કરવા પર ભાર મુક્યો હતો. માર્ગ મકાન વિભાગે ચોમાસા પૂર્વે નદી, નાળા અને રોડની મરામતની કામગીરી પુર્ણ કરવી..
બેઠક દરમિયાન માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગદ્વારા કોઝ વે પર ઊંડાઈ દર્શાવતા બોર્ડ મુકવા, હોડિગ્સ હટાવવા, વીજ પોલ ચેક કરી લેવા જણાવ્યું હતું. દરેક નગરપાલિકાના ફાયર બ્રિગેડ ધ્વારા આપ્દામીત્રોને સાથે રાખી ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવાય તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
જિલ્લાના નદી કિનારાના ગામો અને ડિપો પર ખાસ બંદોબસ્ત રાખવા, તરવૈયાનું લીસ્ટ , દરેક ગામોની ૧૦ વ્યક્તિઓની સંપર્ક સૂચી તૈયાર કરવી,ગામના તળાવોની સ્થિતિ- રિપેરીંગ,પાળા બાંધવા, વીજ પુરવઠો જળવાઈ રહે, આરોગ્ય સેવા સમયે મળી રહે, સાધનોની વિગત સહિતની તમામ માહિતી ઉપલબ્ધ હોય તે જરૂરી ગણાવ્યું હતું.
આ બેઠકમાં દરેક વિભાગના પ્રિ-મોન્સૂન એકશન પ્લાન અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ણા વાઘેલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી,મામલતદારશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રી , ચીફ ઓફિસરશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
