હર ઘર તિરંગા તિરંગા યાત્રા આજરોજ મોડાસામાં યોજવામાં આવી. - At This Time

હર ઘર તિરંગા તિરંગા યાત્રા આજરોજ મોડાસામાં યોજવામાં આવી.


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતા હોય કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું તે અંતર્ગત આજે સરકારી એન્જિનિયરિંગ કોલેજ તથા આઈ. ટી. આઈ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોડાસામાં એક પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા ની શરૂઆત સવારે 10:00 કલાકે મહાલક્ષ્મી ટાઉનહોલ ચાર રસ્તા થી કરવામાં આવી અને મોડાસાના જુદા જુદા વિસ્તારો જેવા કે ઉમિયા મંદિર પાવન સીટી નાલંદા એક થઈ કલ્યાણ ચોક આઈ.ટી.આઈ કોલેજ ના માર્ગે થઈ પાછી મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે પૂર્ણ થઈ હતી.
આ પદયાત્રામાં મોટી સંખ્યામાં એન્જિનિયરિંગ કોલેજ, તથા આઈ ટી આઈ કોલેજ ના વિદ્યાર્થીઓ, યુવાનો જોડાયા હતા. આ રેલીમાં 111ફુટ તિરંગો મુખ્ય આકર્ષણ હતું. મોડાસાના શહેરીજનો એ 111ફૂટ ત્રિરંગા ને પુષ્પવર્ષા અને સલામી આપી વધાવ્યો હતો..

ભારત સરકારે આ 75મા સ્વતંત્રતા દિવસ પર ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે. માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. જે નાગરિકો 13 ઓગસ્ટ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધી ધ્વજ ફરકાવશે તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સરકાર આવા દેશભક્ત નાગરિકોને માન્યતા આપશે.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon