ભરૂચમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા બાળ આરોગ્ય દિવસ અનવ્યે રૂંગટા વિદ્યાભવન ખાતે કાર્યક્રમ યોજાયો - At This Time

ભરૂચમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા બાળ આરોગ્ય દિવસ અનવ્યે રૂંગટા વિદ્યાભવન ખાતે કાર્યક્રમ યોજાયો


ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે "નારી વંદન ઉત્સવ" સપ્તાહની ઉજવણી અંતર્ગત સવારે રંગટા વિધાભવન ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા બાળ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.આ દરમ્યાન સ્ટેશન વિસ્તારમાં ખાતે મહિલા અને બાળ આરોગ્ય જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ફેલગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

અધ્યક્ષ અને સભ્યોના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય અને કીશોરી મેળાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.ત્યાં ભરૂચ શહેરની વિવિધ મહિલાઓએ, શાળાની શિક્ષિકાઓ તથા શાળાની વિધાર્થીનીઓએ તજજ્ઞ ડોક્ટરો દ્વારા આરોગ્ય ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો.

કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીએ નારી વંદન ઉત્સવ સપ્તાહ અંગે લોકોને માહિતગાર કરી નારી વંદનનું મહત્વ સમજાવ્યું હતું.જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ કાર્યક્રમની રૂપરેખા આપી સાંપ્રત સમયમાં શારીરિક અને માનસિક બાળ આરોગ્ય વિશે ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ,બાળ તથા મહિલા સમિતિના અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહેલ.


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image