સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસે રૂ. ૭૪,૮૦૦ ના ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને દબોચ્યા - At This Time

સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસે રૂ. ૭૪,૮૦૦ ના ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને દબોચ્યા


સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસે રૂ. ૭૪,૮૦૦ ના ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને દબોચ્યા

હિંમતનગર બી ડીવિઝન પો.સ્ટે. વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૭.૪૮૦ કિ.ગ્રામ કિ.રૂ. ૭૪,૮૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.

સાબરકાંઠા એસ.ઓ.જી. પો.ઇન્સ. ડી.સી.સાકરીયા ને બાતમી મળેલ જે અન્વયે સ્ટાફ સાથે હિંમતનગર બસ સ્ટેશનથી જુના સિવિલ સર્કલ જવાના રોડે, રૂષિનગર ખાતેના એક ઘરની આગળ રોડ ઉપરથી ગાંજાના જથ્થા સાથે સુરેશ ઉજમાભાઈ ખેર, પ્રકાશ રાવજીભાઈ ખેર બન્ને રહે. કોલીયા તા.કોટડા જી. ઉદેપુર રાજસ્થાન ને પકડી તેમની પાસેથી માદક પદાર્થ ગાંજો ૭.૪૮૦ કિ.ગ્રામ રૂ ૭૪,૮૦૦, ૨ મોબાઇલ ફોન રૂ. ૭,૦૦૦, રોકડ રકમ રૂ. ૨૦૦, કુલ કિ.રૂ. ૮૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે બન્ને ઇસમોને દબોચી હિંમતનગર બી ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા સાબરકાંઠા


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.