જૂનાગઢ- ઈવનગર- મેંદરડા રોડ પર 2 જાન્યુ. સુધી વાહનોની અવર-જવર બંધ રીસર્ફેસિંગની કામગીરીને લઇ તંત્રનો નિર્ણય, વૈકલ્પિક રૂટ જાહેર કરાયો
ગામ મુજબનો વૈકલ્પિક રૂટ જાહેર કરાયા
જૂનાગઢ- ઇવનગર- મેંદરડા રોડ પર રીસફેસિંગની કામગીરી માટે અને લોકોની સલામતીને ધ્યાને લઈ તંત્ર દ્વારા તારીખ 2 જાન્યુઆરી 2025 સુધી તમામ પ્રકારના વાહનોને માટે પ્રવેશબંધી ફરમાવતુ જાહેરનામુ બહાર પાડ્યુ છે. વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરાયો છે. જૂનાગઢ-ઈવનગર- મેંદરડા રોડના રીસર્ફેસિંગની કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકે તથા કામગીરી દરમિયાન લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે ઉપરાંત રસ્તાને નવેસરથી રીસર્વેસિંગની કામગીરી કરી વધુ કાર્યક્રમ બનાવી શકાય તે હેતુસર આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી 2 જાન્યુઆરી 2025 સુધી અમલમાં રહેનાર છે.
9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.