લાઠ ગામ નું ગૌરવ કર્મભૂમિથી જન્મભૂમિ સુધીની સફર!! કહેવાય છે કે શિક્ષક આમજ નથી બની જવાતું. નસીબમાં હોય અને ભગવાનની ઈચ્છા હોય તોજ શિક્ષકની જવાબદારી નિ આમ જ મારી પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરીની શરૂઆત - At This Time

લાઠ ગામ નું ગૌરવ કર્મભૂમિથી જન્મભૂમિ સુધીની સફર!! કહેવાય છે કે શિક્ષક આમજ નથી બની જવાતું. નસીબમાં હોય અને ભગવાનની ઈચ્છા હોય તોજ શિક્ષકની જવાબદારી નિ આમ જ મારી પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરીની શરૂઆત


"કર્મભૂમિથી જન્મભૂમિ સુધીની સફર!!"
કહેવાય છે કે શિક્ષક આમજ નથી બની જવાતું. નસીબમાં હોય અને ભગવાનની ઈચ્છા હોય તોજ શિક્ષકની જવાબદારી નિઆમ જ મારી પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરીની શરૂઆત તા :-26/4/2010 થી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાંદવા ગામની નાંદવા પ્રાથમિક શાળાથી થઈ હતી. શરૂઆતના સમયમાં ગાંગરડીમાં રહેવાનું પસંદ કર્યું હતું.ત્યાં બધા સાથે ખૂબ જ હળીમળીને રહ્યો.હું જેટલા તહેવાર અને પ્રસંગો જાણતો ન હતો તેનાથી વધુ તહેવારો ત્યાં ઉજવ્યા છે.ગામના બધા સાથે ઘર જેવા સંબંધો કેળવ્યા છે.શરૂઆતના શિક્ષક તરીકેનાં સમયમાં શિક્ષકો સાથે મજાક મસ્તી અને ઓફ એર ચર્ચા દ્વારા ઘણું બધું શીખવા મળ્યું હતું.જ્યારે જ્યારે તાલીમ હોય ત્યારે અમારા સી.આર.સી. સાહેબશ્રી જે.કે.બારિયા અને રાજેન્દ્રભાઈ પ્રજાપતિ Rajendra Prajapati એમ.ટી. તરીકે મોકલતા હતા જેના કારણે સ્ટેજ ફિયર દૂર થયો હતો અને શિક્ષકોને સારું એવું જ્ઞાન પીરસતા અને મેળવતો થયો.પછી તો ઘણી બધી તાલીમોમાં એમ.ટી. તરીકે ફરજ બજાવી.ડાયટ પરિવાર દ્વારા પણ ક્યાંક બહાર તાલીમ લેવા જવાનું થાય એટલે તરત જ મારું નામ મોકલી આપતા હતા.જેના દ્વારા પણ ઘણો સપોર્ટ મળ્યો હતો.ગણિત વિજ્ઞાન પ્રદર્શન, ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, બાળકોને પ્રવાસ જેવા પ્રોગ્રામોમાં ખૂબ જ રસ લઈ બાળકોને ભાગ લેવડાવવા હતા.ખેલ મહાકુંભમાં બાળકોને અન્યાય થતાં ચરણસિંહ કટારા Charansinh Katara સાહેબશ્રી તરફથી બાળકોને ન્યાય અપાયો હતો. ગણિત વિજ્ઞાનના કોયડા અને વિજ્ઞાન મેળા વખતે દિનેશભાઈ ગોહિલ, છગનભાઈ બામણ્યા, રાજેન્દ્રભાઈ પ્રજાપતિ સાહેબશ્રી, મહેન્દ્ર ચૌધરી Chaudhari Mahendra સાથે ખૂબ જ ઊંડાણ પૂર્વક અભ્યાસ અને ચર્ચા થતી હતી.સાથી મિત્રો Rajdipsinh Raol , Mehul Gohil , Nayan Bhetariya , Jignesh Panchal , Mahesh Pithiya , Chirag Nayi, Dipak Patel Deepak Baria , @dilip, સ્વ.ચંદ્રકાંત, Navin Chaudhari , Chaudhari Sandip , Subhash Chaudhari , @nitinbhai , મુનેશ, અજય, બી.એલ.,દિનેશ બારિયા, મુકેશ ભાભોર, @kk, Shaikh Siddik Girish Parmar Jignesh Kumar Hitesh Baria Mukesh Sakariya , Chirag Bhabhor , Kiran Solanki , બાપુ, @dixit, Sisodiya Mitesh , Raju Bamaniya , અમારી શાળાના આચાર્યશ્રી Rajubhai Bhuria સાથે ખૂબ સારી તાલીમો લીધી અને ઘણું બધું શીખવાનું તથા હળીમળીને રહેવાનો અવસર મળ્યો હતો.
અત્યાર સુધી મારા વર્ગના બાળકોની સંખ્યા 60-70 હતી. જ્યારે આખા તાલુકાના 30000-32000 સુધીના બાળકોના ભવિષ્યના ગુણવત્તા લક્ષી શિક્ષણ માટે જવાબદારી નિભાવવા 10/04/2017 થી 11/04/2022 સુધી સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ બી.આર.સી. તરીકેની ફરજ બજાવવાનો અવસર મળ્યો હતો.ગરબાડા તાલુકાના તમામ શિક્ષકો, આચાર્યશ્રી, પગરકેન્દ્ર આચાર્યશ્રી,સી.આર.સી.શ્રી,તાલુકા શિક્ષણ સમિતિ, આઈ.ઈ.ડી.સ્ટાફ, બી.આર.સી. ભવનનો સ્ટાફ શૈલેશ ભુરીયા, Shailesh Bhuriya નિલેશ યાદવ, સંજય, મારા બી.આર.સી. મિત્રો Dharmesh Patel A B Suvan Mihir Ratoda Kalpesh Muniya Mahendrasinh Baria Samjibhai Kamol DrGirish Labana Dahod Kirit Patel Patel Janak Tr Rajesh Jhalod ,જિલ્લા શિક્ષણ સમિતિ,સમગ્ર શિક્ષા દાહોદના અધિકારીશ્રીઓ, ડાયટનાં અધિકારીશ્રીઓ, અને રાજ્ય કક્ષાના અધિકારીશ્રીઓ તથા સચિવશ્રી સાથે કામ કરીને ઘણું બધું શીખવા મળ્યું છે.બાળકોના સર્વાંગી વિકાસ માટે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, ટોય ફેર જેવા કાર્યક્રમોમાં બાળકોને ભાગ લેવડાવ્યો છે.સમગ્ર શિક્ષા નાં લક્ષ્યાંકો જેવા કે 100% નામાંકન, ડ્રોપ આઉટ રેટ ઓછો(નહિવત), સ્થાયિકરણ, કન્યા કેળવણી, બાળકોની અને શિક્ષકોની 100% ઓનલાઈન હાજરી, પ્રતિભાશાળી બાળકો અને શિક્ષકો, મિશન વિદ્યા, વાંચે ગુજરાત,ધોરણ 2નાં બાળકોનું એસેસમેન્ટ, પર્યાવરણ પ્રયોગશાળામાં ખુબ સારું કામ કરવાનો અવસર મળ્યો છે.જેમ બને તેમ ગરબાડા તાલુકાને જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રકાશિત થાય તેવા પ્રયાસો કર્યા છે.આ જોબ ચાર્ટનાં ભાગરૂપે કામ લેવામાં કોઈનેપણ કશું કહેવાયું હશે તો તે માત્રને માત્ર બાળકના હિતમાં જ કહેવાયું હશે.આ બાબતે કોઈ પૂર્વગ્રહ રાખ્યો નથી. જ્યારે પણ મારે કોઈ કામ કે માર્ગદર્શનની જરૂર પડે તો આપસૌના સાથ સહકારની અપેક્ષા રહેશે.આપસૌના સાથ સહકારથી બી.આર.સી. તરીકેનો મારો અનુભવ કહું તો બી.આર.સી. તરીકે મને ક્યારેય કોઈ તકલીફ પડી નથી અને મારા માટે આ એક નોકરીનો સરળ ભાગ રહ્યો છે.સમય સર કામ કરતા રહેવાથી કોઈ વધારાનો બોજ પડતો નથી અને પડ્યો પણ નથી.
ડાયટ લાઈઝનશ્રી ગણાવા સાહેબ Fatesinh Ganava , શિક્ષણ સમિતિના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પરમાર સાહેબ, જોશી સાહેબ Rajendra Joshi અને ગડરિયા સાહેબ Rameshvar Gadariya તથા બી.આર.સી. ભવનનાં સ્ટાફનું સંકલન પહેલાથી જ ખૂબ સારું રહેતું હતું.જેથી કોઈ પ્રશ્ન ઉદભવતા ન હતા.કાયમ માટે ગરબાડા તાલુકાના બાળકોના ગુણવત્તા લક્ષી શિક્ષણની જ ચર્ચા કરવામાં આવતી હતી.
કોવિડ જેવી પરિસ્થિતિમાં માન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મયુરભાઈ પારેખ Mayur Bhai સાહેબશ્રીની નિમણુંકનાં દિવસે જ એક રાજ્ય કક્ષાની માન.નૂતન મેડમ સાથેની વિડિયો કોન્ફરન્સમાં પઢાના લીખના બાબતે મુલાકાત થઈ હતી તે મારા જીવનની યાદગાર ક્ષણ બની ગઈ.પારેખ સાહેબશ્રી દ્વારા covid-1માં જન જાગૃતિ, બાઈક રેલી દ્વારા જાગૃત કરવા, ઠેર ઠેર પોસ્ટરો લગાવવા, ગુજરાતમાં સૌપ્રથમ ફળિયા શિક્ષણની શરૂઆત, ઓનલાઈન શિક્ષણ માટે ફળિયા વાઈઝ ટી.વી. સન્ટરો ચાલુ કરવા જેવા વિવિધ બાબતે માર્ગદર્શન મળતું રહેતું હતું
માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.કે.પટેલ Ramesh K Patel Ias સાહેબશ્રી પાસેથી પણ કાયમ માટે એક્ટિવ રહવાનું અને રોજબરોજથી અપડેટ રહેવાનું શીખવા મળ્યું હતું.સાહેબશ્રી નેતૃત્વ પાવર દ્વારા ઘણું બધું શીખવા મળ્યું હતું.સાહેબશ્રી નો ખુબ ખુબ આભાર .
વિદાય ભેટ સન્માન (યાદગાર મોમેન્ટો)સાથે વતન મોકલવા બદલ શિક્ષકશ્રી, આચાર્યશ્રી, પગાર કેન્દ્ર આચાર્યશ્રી, સી.આર.સી.શ્રી, બી.આર.સી. ભવન સ્ટાફ,ગણાવા સાહેબ, ગડરિયા સાહેબ, ગરબાડા ટીચર્સ સોસાયટીનાં ચેરમેન અને સેક્રેટરી તથા અન્ય કોરોબારી સભ્યો, શિક્ષકોના પ્રશ્નોને વાચા આપતા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો એવા બંને સંઘના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી તથા અન્ય હોદેદારો અને પત્રકરશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર.
મારા જીવનની સૌથી અગત્યની ભૂમિકા મારી જીવનસાથી એવી ભાવિશાનો રોલ ખુબ જ અસરકારક રહ્યો છે. અમારા બંનેના નસીબ એક સાથે અસર કરીને તેમના નોકરીના 8 વર્ષ 1st જુલાઈ અને મારા નોકરીના 12 વર્ષ 26th એપ્રિલનાં પૂર્ણ થતાની સાથે બંનેની બદલી અમારા વતનના રાજકોટ જિલ્લામાં એક સાથે એક જ તાલુકામાં થતાં અમારા શૈક્ષણિક કાર્ય દરમિયાન સૌ નામી અનામી વ્યક્તિઓનો પણ ખૂબ ફાળો રહ્યો છે..સૌનો ખુબ ખુબ આભાર વ્યકત કરીએ છીએ.
રિપોર્ટર અમૃત રાઠોડ
રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.