રાજકોટમાં સૌથી મોટા લોકમેળાનું તા. 17 થી 21 ઓગષ્ટ આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zkrwzvlp3muzkznh/" left="-10"]

રાજકોટમાં સૌથી મોટા લોકમેળાનું તા. 17 થી 21 ઓગષ્ટ આયોજન


રાજકોટ : જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા આ વર્ષે આગામી તા.૧૭થી ૨૧ ઓગષ્ટ દરમિયાન રેસકોર્સ મેદાનમાં ૩૦૦થી વધારે ફજર-ચકરડી સહિત સ્ટોલ્સ  સાથે મેળો યોજવા તૈયારીઓ હાથ ધરી છે. બીજી તરફ, જિલ્લા વહીવટીતંત્ર આ મેળો યોજે તેના પગલે રાજકોટના અન્ય છથી સાત મેળાઓ પણ યોજાશે. ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં પારંપારિક અને મનોરંજન મેળાઓની પણ તૈયારીઓ શરુ થઈ છે. મેળા પહેલા આવતી અષાઢી બીજની પણ ભવ્ય ઉજવણી માટે આયોજનો થઈ રહ્યા છે. આ અંગે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે લોકલાગણીને ધ્યાને લઈને આ અંગે વિચારણા શરુ કરાઈ છે અને સંભવિત તારીખ નક્કી કરાઈ છે, પરંતુ, સઘળુ આયોજન અંતે કોરોનાની જે તે સમયની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીનેજ આયોજન કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]