જસદણની મેઈન બજારમાં બાઈક ચોરી કરનાર શખ્સને લોકોએ રંગેહાથે ઝડપી ધૉલ તપાટ કરી મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો. - At This Time

જસદણની મેઈન બજારમાં બાઈક ચોરી કરનાર શખ્સને લોકોએ રંગેહાથે ઝડપી ધૉલ તપાટ કરી મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો.


બાઈક ચોર CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો

(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણમાં જાણે કે સ્થાનિક પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ છાશવારે ચોરી, મારામારી સહિતની ઘટનાઓ બની રહી છે. છતાં જસદણ પોલીસ દ્વારા ગુનેગારોને પકડી પાડીને કાયદાનું ભાન કરાવવાના બદલે તપાસના નામે ડીંડક કરતા હોવાથી ગુનેગારોને મોકળું મેદાન મળી રહ્યું છે. ત્યારે વધુ એક બાઈક ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં જસદણની મેઈન બજારમાં ધોળા દિવસે અજાણ્યા બાઈક ચોર દ્વારા એક દુકાનની સામે પાર્ક કરેલી બાઈકની ઉઠાંતરી કરવામાં આવી હતી. જે બાઈક ચોરીની ઘટના અંગે જાગૃત લોકોને જાણ થઈ જતા તાત્કાલિક તે બાઈક ચોરને પકડી લઈ ધોલ ધપાટ કર્યા બાદ સારો એવો મેથીપાક ચખાડી સ્થાનિક પોલીસના હવાલે કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. જો કે આ બાઈક ચોરીની ઘટનામાં બાઈક માલિકને પોતાનું બાઈક પરત મળી જતા હાશકારો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જસદણની મેઈન બજારમાં ડઝનેક પોલીસ કર્મીઓને લોકોની સુરક્ષા માટે મુકવામાં આવે છે અને સરકાર દ્વારા પોલીસ કર્મીઓને તગડો પગાર પણ ચુકવવામાં આવે છે. છતાં શહેરની ભરબજારમાં ધોળા દિવસે આવી ચોરીની ઘટના બને તો સ્વાભાવિક છે કે સ્થાનિક પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલો તો ઉઠી જ શકે. જો આ ચોરીની ઘટનામાં જાગૃત લોકો આગળ આવ્યા ન હોત તો બાઈક ચોર સરળતાથી નાસી છૂટવામાં સફળ થઈ જાત. જેથી જસદણ પોલીસના ઉચ્ચ અધિકારીએ પોતાની ખુરશી પરથી ઉભા થઈને શહેરમાં બનતી વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવાની કામગીરી કરવામાં આવે તેવું જસદણના જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image