જસદણ ન્યાયાલય દ્વારા ૨૦ વર્ષ પહેલાના કેસનો મહત્વપૂર્ણ ચુકાદો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zjsujzwo1lihclmc/" left="-10"]

જસદણ ન્યાયાલય દ્વારા ૨૦ વર્ષ પહેલાના કેસનો મહત્વપૂર્ણ ચુકાદો


જસદણ ન્યાયાલય દ્વારા ૨૦ વર્ષ પહેલાના કેસનો મહત્વપૂર્ણ ચુકાદો

જસદણ ન્યાયાલય દ્વારા ૧૩ મી માર્ચ ૨૦૨૩ ના રોજ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ જસદણ દ્વારા વીજકરંટ લાગવાથી મૃત્યુ પામેલ જીવુબેન ભગવાનભાઈ ગાબુનો ૨૦ વર્ષ સુધી કેસ ચાલી જતા, ત્રણ લાખનું વળતર વાર્ષિક ૬ % ના વ્યાજ સાથે ચૂકવવા પી.જી.વી.સી.એલ. ને આદેશ કરેલ.

આ કેસની ખરી હકીકત જોતા તારીખ ૧૨ ઓગસ્ટ ૨૦૦૦ ના રોજ જસદણ તાલુકાના સોમલપર ગામે ખેતીના કામમાં જીવુબેન ભગવાનભાઈ ગાબુ વ્યસ્ત હતા ત્યારે વીજ પોલ સાથે સંપર્કમાં આવવાથી વીજકરંટ લીકેજના કારણે જીવુબેન ને વીજકરંટ લાગેલો હતો અને વિજકરંટ લાગવાથી જીવુબેન ખેતરમાં જ મૃત્યુ પામેલ. નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા કેસની હકીકતોને ધ્યાને લઈ ૧૩ માર્ચ ૨૦૨૩ ના રોજ આશરે ૨૦ વર્ષ પછી જસદણ અદાલત દ્વારા મૃત્યુ પામનારને વળતર અપાવી મરણ જનારને ન્યાય અપાવેલ છે અને નામદાર અદાલતે પી.જી.વી.સી.એલ.ના ઇલેક્ટ્રીકસ ઇન્સ્પેકટર સામે મેન્ટેનન્સ બાબતે પ્રશ્નો ઉપાડતા જણાવેલ છે કે સમયાંતરે વીજપોલના મેન્ટેનન્સની ખૂબ જ જરૂરત હોય છે અને આ બાબતે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ જાગૃત બની વીજપોલની મેન્ટેનન્સ કરે અને આ કેસના અનુસંધાને નામદાર કોર્ટ વીજ અધિકારીઓને તેમની બેદરકારી બાબતે ઠપકો પણ આપેલ.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]