ખેરાલુ ખાતે ક્ષત્રિય ઠાકોર હકક અધિકાર શિક્ષણ શિબિર યોજાઈ.
ખાતે ગઈકાલે તારીખ 21 .9 .24 ને રોજ ખેરાલુ પ્રજાપતિ ભવન ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોરહકક અધિકાર અધિકાર શિક્ષણ શિબિર રાખવામાં આવી હતી .
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે જુગલજી ઠાકોર રાજ્ય સભાના સાંસદ, નવઘણજી ઠાકોર, ડો.દલપતસિંહ સતલાસણ,અજમલજી ઠાકોર, તારક ઠાકોર,જવાનસિંહ ઠાકોર(ખબરદાર ન્યૂઝ અરવલ્લી)
મુખ્ય મહેમાન પદે દીકરીઓ ધ્વારા કુમ કુમ્ તિલક કરી સન્માન કર્યું હતું.
નવગણજી ઠાકોર ને સમાજમાં શિક્ષણવધે અને સંગઠિત થાય અનામત બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.જુગલ જી ઠાકોર ને સમાજ માં શિક્ષણ નો વ્યાપવધે અને સરકાર માં કોઈ પ્રશ્ન હોય તો સમાજ ના આગેવાનો સાથે મળીને સરકાર માં રજૂઆત કરવાની સાથે રહેવા ની ખાત્રી આપી હતી.તેમજ ડૉ. દલપત સિંહ ને સમાજ ના યુવાનોને ભરતી માં થતાં અન્યાય ની વાત કરી હતી.તેમજ જવાન સિંહ ઠાકોર ને પણ શિક્ષણ ને લગતી વાત મૂકી હતી.કાર્યક્રમ માં ખેરાલુ વિસ્તાર ના સો થી વધુ આગેવાનો આ શિબિર માં જોડાય હતા.તેમજ અરવલ્લી જિલ્લા ના મોડાસા થી રણજીત સિંહ ઠાકોર,ગોપાલ ઠાકોર, પ્રતાપ સિંહ ઠાકોર ઉપસ્થિત હતા.
આ શિબિર ની આયોજન સમાજ ના ચાર આગેવાન મુકેશ જી ઠાકોર (શિપોર),દીનેશજી ઠાકોર (સુંઢિયા),જગત સિંહ ઠાકોર (છાબ લીયા), બાદરજી ઠાકોર (નળું)જેમને છેલ્લા એક બે મહિના અગાઉ થી ગામડાઓમાં રૂબરૂ જઈને સમાજ ના બંધુઓને આમંત્રણ આપી નોતર્યા હતા.સમાજ ના સૌ આગેવાનો ના સાથ સહકાર થકી શિબિર પૂરી થઈ હતી.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી.
મો9638500650
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.