દાંતા પો.સ્ટે. માં લુંટ તેમજ ચેઈન સ્નેચીંગના ગુનાના કામે બે માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દાંતા, બનાસકાંઠા પોલીસ - At This Time

દાંતા પો.સ્ટે. માં લુંટ તેમજ ચેઈન સ્નેચીંગના ગુનાના કામે બે માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દાંતા, બનાસકાંઠા પોલીસ


શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ કરેલ સુચના અન્વયે, શ્રી ડો.જે.જે.ગામીત, નાયબ પોલીસ અધિક્ષક પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ, દાંતા પો.સ્ટે. પાર્ટ એ ગુના રજી. નંબર-૧૧૧૯૫૦-૧પ૨૪૦૨૯૭/૨૦૨૪ બી.એન.એસ.કલમ- ૩૦૯(૪), ૫૪ મુજબનો ચેઈન સ્નેચીંગનો ગુનો તા.૧૭/૦૭/૨૦૨૪ના રોજ અજાણ્યા બે ઈસમો વિરુઘ દાખલ કરવામાં આવેલ જે ગુનાની તપાસ શ્રી એલ.જી.દેસાઈ પો.સબ.ઈન્સ.નાઓએ સંભાળેલ, શ્રી એસ.એમ.ચૌધરી,પો.ઈન્સ. દાંતા પોલીસ સ્ટેશન નાઓની સુચના મુજબ શ્રી એલ.જી.દેસાઈ, પો.સ.ઈ. તથા ટીમે આરોપી સાહેબારામ ઉર્ફે સાયબાભાઈ બાબુરામ ઉર્ફે બાબુભાઈ જાતે અંગારી ઉ.વ.-૨૧ ધંધો- મજુરી રહે. ઉપલી કયારાફળી મેન તળેટી (જાંબુડી) તા.આબુરોડ જિ.શિરોહી રાજસ્થાનવાળાની રાજસ્થાન જઈ લોકલ પોલીસ સાથે તેના વતનમાં તપાસ કરતાં હાજર નહીં મળી આવતાં આરોપીના ભાઈની પુછપરછ કરી આરોપીનો મોબાઈલ નંબર-૬૩૫૫૩૦૬૧૭૪મેળવી મો.ફોન લોકેશન આધારે આરોપીનુ લોકેશન પાલનપુર તાલુકાના હોડા ગામનું મળતાં આબુરોડથી પાલનપુર થઈ ચડોતર હાઈવે ઉપર પહોંચતા આરોપીનું પીકપોઈન્ટ લોકેશન આધારે આરોપીને તા.૨૩/૦૯/૨૦૨૪ના રોજ ઝડપી લઈ ગુનાના કામે અટક કરી વધુ તપાસ કરવામાં આવેલ છે.

> કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત

શ્રી એલ.જી.દેસાઈ,પો.સ.ઈ., દાંતા

શ્રી પંકજભાઈ,એ.એસ.આઈ., દાંતા

• શ્રી મનોજકુમાર, પો.કોન્સ., દાંતા

શ્રી યોગેન્દ્રસિંહ,પો.કોન્સ., દાંતા

શ્રી મનહરસિંહ,ડ્રા.પો.કોન્સ., દાંતા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.