પત્નીના ઝઘડાથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લક્ષ્મણ પાર્કમાં રહેતા અને છ મહિના પૂર્વે જ પરણેલા યુવાને પત્નીના રોજબરોજના સાસુ અને જેઠાણી સાથેના ઝઘડાઓથી કંટાળી જઈ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બી ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયો છે.
વધુ વિગતો મુજબ,લક્ષ્મણ પાર્કમાં રહેતા સંદીપભાઈ શામજીભાઈ ચૌહાણ નામના 24 વર્ષના યુવાને રાત્રિના સમયે ગળાફાંસો ખાઇ જીવ દઈ દીધો હતો.ત્યારબાદ પરિવારને જાણ થતાં જ સંદીપને નીચે ઉતારી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.ત્યાં ચાલુ સારવાર દરમિયાન રાત્રિના સમયે યુવકે દમ તોડી દીધો હતો.
યુવકના ભાઈએ જણાવ્યું હતું કે, સંદીપના છ મહિના પૂર્વે રાજકોટની યુવતી સાથે લગ્ન થયા હતા પોતે ટાઈમ્સ ફીટીંગ નું કામકાજ કરતો હતો અને ત્રણ ભાઈમાં સૌથી નાનો હતો.છેલ્લા ઘણા સમયથી તેમની પત્ની સાસુ અને જેઠાણી સાથે ઝઘડાઓ કરતી હોય તેમને અનેકવાર સમજાવી પરંતુ નહીં સમજતા સંદીપે કંટાળીને આપઘાત કરી લીધો હતો.પરિવારના જણાવ્યા મુજબ,રાતે તે પહેલા માળે પોતાના રૂમમાં હતો. માતાને તેનું કામ હોઇ ભાઇએ ફોન જોડતાં તેણે ફોન રિસીવ કર્યો નહોતો.
આથી તે રૂબરૂ જતાં દરવાજો નહિ ખોલાતાં તોડી નાંખ્યોન હતો. ત્યાંર અંદર સંદિપ લટકતો મળતાં ચુંદડી કાપી તેને હોસ્પિટલે ખસેડયો હતો.પરંતુ તેમનો જીવ બચી શક્યો નહોતોઆ મામલે બી ડિવિઝન પોલીસ મથકના જયપાલસિંહ ઝાલા અને સ્ટાફે કાગળો કરી તપાસ શરૂ કરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.