વાગરા: વિલાયત ગામે મંદિરના લોકાર્પણ તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે કોમી એકતાના દર્શન જોવા મળ્યા. - At This Time

વાગરા: વિલાયત ગામે મંદિરના લોકાર્પણ તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે કોમી એકતાના દર્શન જોવા મળ્યા.


વાગરા: વિલાયત ગામે મંદિરના લોકાર્પણ તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે કોમી એકતાના દર્શન જોવા મળ્યા

વાગરા તાલુકાના વિલાયત ગામે વેરાઈ માતાના નૂતન મંદિરનું લોકાર્પણ અને ભાથીજી મહારાજના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. વેરાઈ માતાના મંદિરનું લોકાર્પણ તેમજ ભાથીજી મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે વિલાયત ગામમાં ભવ્ય શોભા યાત્રા નીકળી હતી. જેમાં રાજુભાઈ ભાઈલાલ ભાઈ પટેલ, મહેશ હરિભાઈ પટેલ, હસમુખભાઈ અંબાલાલ પટેલ સહિતના હિન્દૂ સમાજના આગેવાનો સહિત મુસ્લિમ સમાજમાંથી વિલાયત ગામના સરપંચ હશન અલી સૈયદ, સૈયદ અલી ઉંમર, અબ્દુલ ઉંમર ગુલભા, નાઝીર ઇસ્માઇલ સૈયદ, ફારૂક ઐયુબ ડોકટર, મોઇન અબ્દુલ સહિતના મુસ્લિમ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. મંદિરના નિર્માણ કાર્યમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. વેરાઈ માતાના મંદિરના લોકાર્પણ પ્રસંગે અને ભાથીજી મહારાજના મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજર રહી સાથ-સહકાર આપી સમાજમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિલાયત ગામના સરપંચ હશન અલી સૈયદનાઓએ જણાવ્યું હતું, કે અમારા ગામમાં હિન્દૂ-મુસ્લિમ બંને કોમના લોકોમાં વર્ષોથી એકતા કાયમ છે. કોઈપણ ધાર્મિક ભેદભાવ વિના બંને ધર્મના લોકો પ્રેમ અને આદરપૂર્વક ગામમાં રહે છે. એકબીજાના તહેવારોમાં સામેલ થઈ શુભકામનાઓ પાઠવે છે. આજરોજ ગામમાં નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અમો સામેલ થઈ ભાઈચારા અને એકતાની મિસાલ પેશ કરવા માંગીએ છે. લોકોમાં માનવતાનો ભાવ હશે તો આવનાર પેઢી માટે સારા સમાજનું નિર્માણ કરી શકીશું તેમ તેઓએ જણાવ્યું હતું.

રિપોર્ટર: સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.