રાજકોટ શહેર ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા.
રાજકોટ શહેર તા.૭/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર નાઓ દ્રારા જાણીતા ગુનેગારો અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂ ગોળનાં ઉત્પાદન, સંગ્રહ, હેરા-ફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધીત પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવા અન્વયે ખાસ ઝુંબેશ સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને રાજકોટ શહેર વિસ્તારમાં જાણીતા ગુનેગારોને ચેક કરી ગેરકાયદેસર હથિયાર સાથે મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય. જે અન્વયે P.I એસ.એમ.જાડેજા તથા એન.વી.હરીયાણી ના માર્ગદર્શન હેઠળ SOG શાખાના કર્મચારીઓ ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઈસમોને શોધી કાઢવા સારૂ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ઉપેન્દ્રસિંહ ઝાલા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા જયદિપસિંહ ચૌહાણ નાઓની સંયુકત રીતે ચોક્કસ બાતમી આધારે રાજકોટ હોસ્પિટલ ચોક થી જયુબેલી ચોક તરફ જતા બ્રીજના છેડે ડાબી તરફ ફુટપાથ ઉપરથી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો નંગ-૧ સાથે ઇસમને પકડી પાડી DCB પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. પ્રેમજીભાઇ ધનજીભાઇ રાફુચા જાતે-દેવીપુજક ઉ.૫૬ રહે-રૈયાધાર સ્લમ ક્વાર્ટર મોમાઇનગર રાજકોટ. ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો નંગ-૧ કિં.રૂ.૫૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
